Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 કરોડના ખર્ચે 4 જિલ્લામાં સેન્ટર ઑફ એક્સેલન્સ બનશે:પ્રાકૃતિક ખેતીના ‘મોડેલ કેમ્પસ’ અને એકસાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાશે

    14 hours ago

    ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ચાર જિલ્લામાં ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ સ્થાપવામાં આવશે. વર્ષ 2026-27 માટે આ ચાર કેન્દ્રો ઊભા કરવા રૂ.20 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુરમાં બનનારા આ કેન્દ્રોમાં એકસાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવી આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપરાંત આ પદ્ધતિ અપનાવવા ઇચ્છતા ખેડૂતોને પણ અહીં તાલીમ, માર્ગદર્શન અને ખેતી માટેની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચાર સ્થળે પ્રથમ તબક્કામાં કેન્દ્રો બનશે પ્રથમ તબક્કામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી ગામ, મોરબી જિલ્લાના હળવદ, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામ અને છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ચૂડેલ ગામ ખાતે સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે. આ સમગ્ર યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીના ‘મોડેલ કેમ્પસ’ બનશે આ કેન્દ્રો માત્ર ખેડૂતોને તાલીમ આપવા પૂરતા મર્યાદિત નહીં રહે. તેને પ્રાકૃતિક ખેતીના મોડેલ કેમ્પસ તરીકે વિકસાવવામાં આવશે. અહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દરમિયાન આવતી સમસ્યાઓના ઉકેલ સાથે વિવિધ બાયો-ઇનપુટ્સ તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર સહિતના બાયો-ઇનપુટ્સ બનાવવાની પદ્ધતિ શીખવવામાં આવશે. આ બાયો-ઇનપુટ્સનું કેન્દ્રો પર ઉત્પાદન કરીને ખેડૂતોને નજીવા ભાવે ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરાશે. બિયારણથી લઈને રોપા અને કલમો પણ મળશે સેન્ટર ઑફ એક્સેલન્સ પરથી વિવિધ પાકોના બિયારણ, બાગાયતી પાકોના રોપા, કટીંગ અને કલમો સહિતનું પ્લાન્ટિંગ મટિરિયલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના આચ્છાદન સહિતની પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી સામગ્રી અંગે પણ ખેડૂતોને માર્ગદર્શન મળશે. માટી અને કૃષિ ઉત્પાદનની ગુણવત્તા ચકાસવામાં પણ મદદ ખેડૂતોને જમીનની ગુણવત્તા સમજવામાં મદદરૂપ થાય તે માટે માટી પરીક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી, નવી ટેકનોલોજી, પ્રાથમિક ખેતી સામગ્રી, મૂલ્યવર્ધન અને કાપણી બાદની પ્રક્રિયા અંગે પણ તાલીમ અને સહાય આપવામાં આવશે. ખેડૂતોના ખેતર સુધી પહોંચીને પ્રેક્ટિકલ તાલીમ સેન્ટરોમાં તાલીમ ઉપરાંત ખેડૂતોના ખેતરો પર જઈને પણ પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન આપવામાં આવશે. પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી મોડેલ, મિશ્ર પાક અને સહજીવી પાક પદ્ધતિનું પ્રેક્ટિકલ નિદર્શન કરાવવામાં આવશે. ખેડૂતોને બીજામૃત, જીવામૃત અને વિવિધ કુદરતી જંતુ નિયંત્રણ દવાઓ બનાવવાની તથા તેનો યોગ્ય ઉપયોગ કરવાની પદ્ધતિ પણ શીખવવામાં આવશે. વિવિધ પાકો માટે પ્રાકૃતિક ખેતીની પ્રમાણભૂત પદ્ધતિઓ અંગે તાલીમ આપવામાં આવશે. ખેતી ખર્ચ ઘટાડવાનો અને આવક વધારવાનો પ્રયાસ સરકારના આ નિર્ણયથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક જ સ્થળે તાલીમ, ટેકનોલોજી, માર્ગદર્શન અને જરૂરી ખેતી સામગ્રી ઉપલબ્ધ થઈ શકશે. બાયો-ઇનપુટ્સનો યોગ્ય ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવવાથી ખેડૂતોના ખેતી ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે. આ ઉપરાંત મૂલ્યવર્ધન, પ્રોસેસિંગ, સંગ્રહ અને પેકેજિંગ અંગેની તાલીમથી ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોનું વધુ સારું બજારમૂલ્ય મેળવવામાં મદદરૂપ થવાનો સરકારનો પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    1 વાગ્યા સુધી 30થી વધુ જિલ્લામાં ધોધમારની આગાહી; ઓરેન્જ-યલો એલર્ટ:અમદાવાદ સામાન્ય વરસાદમાં પાણી-પાણી, કલોલ નજીક અંડરબ્રિજમાં કાર ફસાઈ
    Next Article
    ગુજરાતભરના દેવીપૂજકોએ પાટણમાં સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી:દિવાસા પર્વે હજારો લોકો ઉમટ્યા; સાત પેઢીથી પૂર્વજોને યાદ કરવાની પરંપરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment