Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ શ્રાવણ માસ માટે તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાયદો-વ્યવસ્થા અને દર્શન વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઈ

    10 hours ago

    આગામી ૧૩ ઓગસ્ટથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ માટે સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોને સુચારુ દર્શન મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થા તેમજ દર્શન વ્યવસ્થાના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આથી, ભક્તોને કોઈ અગવડ ન પડે અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. ઇણાજ ખાતેની જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર વાઘેલાએ સુરક્ષા, સલામતી અને દર્શન સંબંધિત વ્યવસ્થાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં મંદિર તરફના માર્ગો પર ટ્રાફિક નિયમન, ભીડમાં સ્વાસ્થ્ય સમસ્યા સર્જાય તો તાત્કાલિક ફર્સ્ટ એઇડ સારવાર માટે ડેસ્ક, સલામતી અને પૂછપરછ માટેના ડેસ્ક, તેમજ પ્રસાદ અને ભોજન સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી જે.વી. કાકડિયા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદ મોડેલ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી સિંહ સંરક્ષણ રેલી યોજી
    Next Article
    જામનગરમાં ગેરકાયદેસર રેતી ખનન પર કાર્યવાહી:ઊંડ નદીના પટમાંથી ₹40 લાખના વાહનો સીઝ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment