Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ મોડેલ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી સિંહ સંરક્ષણ રેલી યોજી

    11 hours ago

    બોટાદની મોડેલ સ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ રેલી યોજી હતી. આ રેલી મોડેલ સ્કૂલથી શરૂ થઈ કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવન, બોટાદ સુધી પહોંચી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વઢેરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ રેલીમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.વી. જમોડ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો ચેતનભાઈ પરમાર અને જગદીશભાઈ ઝાખણિયા, શાળાના આચાર્ય કે.જી. આંબલીયા, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ 'સિંહ બચાવો' અને 'સિંહ સંરક્ષણને પ્રોત્સાહન આપો' જેવા સૂત્રોચ્ચાર કરીને સિંહોના સંરક્ષણ માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાળાના આચાર્યએ સિંહોના મહત્વ અને તેમના સંરક્ષણ અંગે સંદેશ પાઠવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌએ સિંહોના સંરક્ષણ અને જતન માટે પ્રતિજ્ઞા લીધી હતી, જે બાદ રેલીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વન્યજીવો પ્રત્યે પ્રેમ, સંવેદના અને સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ:નીચાણવાળા વિસ્તોરામાં પાણી ભરાયા, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
    Next Article
    સોમનાથ શ્રાવણ માસ માટે તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાયદો-વ્યવસ્થા અને દર્શન વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment