Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ:નીચાણવાળા વિસ્તોરામાં પાણી ભરાયા, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

    13 hours ago

    અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સોલા સાયન્સ સીટી, નિકોલ, નરોડા, ગોતા, ચાંદલોડિયા SG હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ થયા બાદ વરસાદ થતાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી. જેથી વાહન ચાલકોને લાઈટ ચાલુ કરીને વાહન ચલાવા મજબૂર થયા હતા. પ્રહલાદ નગર, જોધપુર, આનંદ નગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. વિઝિબિલિટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખીને વાહન હંકાવવું પડી રહ્યું છે. નોકરી માટે જતા લોકોને પણ વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નિકોલના મનમોહન પાર્ક ચાર રસ્તા પાસે પાણી ભરાયા અમદાવાદના નિકોલમાં આવેલા મનમોહન ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાતા ટુ-વ્હીલર ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા, જ્યારે અન્ય વાહનો પણ ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા. પાણી ભરાવાના કારણે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા પણ જોવા મળી. શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો અમદાવાદ શહેરમાં આજે સવારે 7 વાગ્યાથી વરસાદ શરૂ થયો. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર તો કેટલીક જગ્યાએ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સવારે 9 વાગ્યા સુધીમાં શહેરમાં સૌથી વધારે વરસાદ પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ અને હંસપુરામાં એક ઇંચ જેટલો પડ્યો છે. જ્યારે જશોદાનગર, સીટીએમ, નરોડા, મેમ્કો, વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ, સરદારનગર, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરખેજ, સેટેલાઈટ,નજોધપુર બોડકદેવ વસ્ત્રાપુર, સોલા, એસજી હાઇવે, જગતપુર, ચાંદખેડા, સાબરમતી, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ સહિતના અલગ અલગ વિસ્તારોમાં અડધો ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં હોબાળો, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત:સંસદમાં NDA-કોંગ્રેસ સાંસદોનું સામ-સામે પ્રદર્શન, શાહ ચર્ચા કરવા તૈયાર, વિપક્ષ ભાગી રહ્યો છે...લખેલાં પોસ્ટરો સાથે નીકળ્યા
    Next Article
    બોટાદ મોડેલ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી સિંહ સંરક્ષણ રેલી યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment