Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગેરકાયદેસર રેતી ખનન પર કાર્યવાહી:ઊંડ નદીના પટમાંથી ₹40 લાખના વાહનો સીઝ કરાયા

    9 hours ago

    જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામ નજીક ઊંડ નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન સામે ખાણ-ખનિજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં આશરે ₹40 લાખની કિંમતના ત્રણ વાહનો સીઝ કરવામાં આવ્યા છે. ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ગેરકાયદેસર ખનન અને વહનની ફરિયાદના આધારે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમમાં નિખીલભાઈ, આનંદભાઈ અને રજનીભાઈનો સમાવેશ થતો હતો. તપાસ દરમિયાન, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ વાહનો ઝડપાયા હતા. જેમાં દેવદાનભાઈ કુંભારવાડીયાની માલિકીનું લોડર મશીન (GJ-36-S-1969) ગેરકાયદેસર સંગ્રહ અને ખનન માટે વપરાતું હતું. મછાભાઈ ઝાપડાના ડમ્પર (GJ-13-AT-8453) માંથી સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન થતું હતું, જ્યારે ફહિમભાઈ દલનું ખાલી ડમ્પર (GJ-13-AW-3200) પણ ગેરકાયદેસર વહનમાં સંડોવાયેલું હતું. તપાસ ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને તમામ વાહનોને નિયમાનુસાર સીઝ કર્યા હતા. આ વાહનોને પંચકોશી 'A' પોલીસ સ્ટેશન, ધુંવાવ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે અને આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ શ્રાવણ માસ માટે તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાયદો-વ્યવસ્થા અને દર્શન વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઈ
    Next Article
    અમરેલીનો 12 વર્ષ જૂનો 13 વર્ષની સગીરાના અપહરણનો કેસ:પોલીસે 1800થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોળ્યા, વસ્તી ગણતરીના બહાને ભોગ બનેલી યુવતીને શોધી; આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment