Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ ક્રાઈમ ન્યૂઝ:LCBએ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડ્યો, રૂ.6.86 લાખનો મુદ્દામાલ કબજે; પાસાના ગુનામાં ફરાર આરોપી ઇન્દોરથી ઝડપાયો

    10 hours ago

    પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ બે અલગ કામગીરી કરી છે. છોટાઉદેપુરના કદવાલમાં ઇલેક્ટ્રિશિયનની દુકાનમાં થયેલી ચોરીના કેસમાં એક આરોપીને રૂ.6.86 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો છે. પાસા હેઠળ અટકાયતના હુકમથી ફરાર આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડ્યો છે. કદવાલના ભીખાપુરા ગામમાં ઇલેક્ટ્રિક મોટર રિવાઇન્ડિંગની દુકાનનું શટર તોડીને સબમર્સિબલ મોટર, પંપ, કોપર વાયર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો ચોરાયા હતા. LCBને મળેલી બાતમીના આધારે ગોધરામાં હમીરપુર તળાવની પાળ પાસેથી શંકાસ્પદ ઇનોવા કાર સાથે શાહનવાઝ ઉર્ફે યુપી મોહમંદ યુનુસ શેખને પકડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીની 30 સબમર્સિબલ મોટર અને પંપ સહિતનાં ઇલેક્ટ્રિક સાધનો કબજે કર્યા હતા. ચોરીમાં વપરાયેલી ઇનોવા કાર સહિત કુલ રૂ.6,86,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસ પૂછપરછમાં શાહનવાઝે અન્ય બે સાગરીતો સાથે મળીને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ કેસમાં સંડોવાયેલા મુસ્તકીમ ઉર્ફે મુસા અને ઇરફાન ઉર્ફે બોરસદિયોને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાસાના ગુનામાં ફરાર આરોપી ઇન્દોરથી ઝડપાયો બીજી કામગીરીમાં, પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા હેઠળ અટકાયતનો હુકમ કર્યો હોવા છતાં ફરાર અનિલકુમાર મુકેશભાઈ ઉર્ફે મંગાલાલ જસવાણીને LCBએ ઇન્દોરથી પકડ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તેને શોધી કાઢ્યો હતો. આગળની કાયદેસરની કાર્યવાહી માટે અનિલકુમારને વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. બંને કામગીરી પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ થઈ હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સંવિધાન ગૌરવ દિવસના કાર્યક્રમો યોજાશે:25 નવેમ્બરે આંબેડકરની પ્રતિમા પાસે સફાઈ અભિયાન, 26મીએ રેલી, મનજીભાઈ આહિરે નાગરિકોને જોડાવા અપીલ કરી
    Next Article
    ગીર સોમનાથ ક્રાઈમ ન્યૂઝ:નંબર વગરની બાઈક અને અલગ એન્જિન સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો, ચોરાયેલી ₹40 હજારની બાઈક માલિકને પરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment