Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં ભારે વરસાદની આગાહી, શૈક્ષણિક સંસ્થાઓમાં રજા:હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે 25 જુલાઈએ શાળાઓ-કોલેજો બંધ

    9 hours ago

    આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તારીખ 25 જુલાઈ, 2026ના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરાયા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ભારતીય હવામાન વિભાગે 23 જુલાઈ, 2026 થી 25 જુલાઈ, 2026 દરમિયાન સમગ્ર ગુજરાત સહિત આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ (રેડ એલર્ટ)ની આગાહી કરી છે. આ સંભવિત ગંભીર પરિસ્થિતિ અને અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટે, આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ ચૌધરી (IAS) દ્વારા આ રજાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, 25 જુલાઈ, 2026 (શનિવાર)ના રોજ આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડીઓ, સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તેમજ આઈ.ટી.આઈ. અને તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટના આ હુકમનું જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોહન ભાગવતે કહ્યું-નવી પેઢી સાથે વાત કરો, આદેશ ન આપો:વાતચીતથી જ તેમને સાચી દિશા બતાવી શકાય છે
    Next Article
    CJPના સમર્થનમાં AAP આંદોલન કરે તે પહેલા જ અટકાયત:ગાંધીનગર સત્યાગ્રહ છાવણી તરફ જઈ રહેલા કાર્યકર્તાઓને અટકાવાતા ઝપાઝપીના દૃશ્યો સર્જાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment