Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષી સદસ્યાના બદલે પુર્વ વિપક્ષી નેતાએ પ્રશ્નોતરી કરતા વિવાદ થયો''તો‎:પ્રશ્નોત્તરી મુદ્દે વિવાદ બાદ જિ.પં. દ્વારા પરિપત્ર, સભ્યો જાતે જ પ્રશ્નો રજુ કરી શકશે

    12 hours ago

    જામનગર જિલ્લા પંચાયતની ચોથી સામાન્ય સભામાં સંભવત ફરીએકવાર પ્રોટોકોલનો ભંગ થતો હોવાનુ સામે આવ્યુ છે.જેમાં વિપક્ષી મહિલા સદસ્યાની બાજુમાં આરુઢ પુર્વ વિપક્ષી નેતાએ સભાની પ્રશ્નોતરીમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.અગાઉ શાસક પક્ષ દ્વારા પ્રોટોકોલ ભંગ થયો હોવાનો આક્ષેપ ઉઠયો હતો. જિ. પં.ની ચોથી સામાન્ય સભામાં નિકાવા બેઠક પર ચૂંટાયેલા વિપક્ષ કોંગી સદસ્યાના પતિ પુર્વ વિરોધપક્ષના નેતા જયંતીભાઇ મારવીયા પણ હાજર જોવા મળ્યા હતા. જે સાથે લગભગ સદસ્યાની બાજુમાં ખુરશી પર આરૂઢ થઇ અધ્યક્ષસ્થાન(ચેર) ભણી પ્રથમ પ્રશ્નોની માંગણી મુદદે સૂચના માંગ્યા બાદ તુરંત પોતે સભ્ય ન હોવા છતા સામાન્ય સભામાં પ્રશ્નોતરી પણ રજુ કરતા રાજકિય વિવાદે આકાર લીઘો છે. બીજીબાજુ આ સમગ્ર મામલા મુદદે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને પુછતા તેમણે આ મુદદે મેડમને સૂચવ્યુ હોવાનુ કહ્યુ હતુ.જોકે, આ રીતે પ્રશ્નો લઇ શકાય નહી એમ પણ કહીને આગામી સામાન્ય સભાથી પાસ પ્રથા પર ભાર મુકવાનુ પણ ઉમેર્યુ હતુ. જે દરમિયાન જિ. પં. સત્તાધીશો દ્વારા જણાવાયા મુજબ પંચાયત ધારા જોગવાઇ મુજબ દરેક સભ્ય પોતાની રજુઆતો કરી શકે, કેટલાક કિસ્સામાં મહિલાના બદલે કયારેક પતિ રજુઆત કરે છે જેથી એક પરીપત્ર બહાર પાડીએ છિએ કે,તમામ પ્રજાકિય કે વહીવટી પ્રશ્નો-રજુઆતો સભ્યો જાતે જ રજુ કરી શકશે.પંચાયતના દરેક સ્તરે આ વસ્તુ અમલી રહેશે. અનુમતિ માંગીતી, તમામ પ્રશ્નો પ્રજાના.. -પુર્વ વિપક્ષી નેતા પુર્વ વિપક્ષી નેતા જે.પી. મારવીયાએ જણાવ્યુ હતુ કે, અગાઉ સભામાં મહિલા પ્રમુખ નજીક તેના પતિ ખુરશી પર આરૂઢ જોવા મળ્યા હતા.મે તો જિ.પં.સદસ્યા પરીવારના સભ્ય હોવાનુ કહી અનુમતી પણ માંગી હતી, તમામ પ્રશ્નો પ્રજાના જ હતા,24માંથી 14 મહિલા સભ્યોના પતિ તેઓની પાછળ ખુરશી પર બેઠા હતા,એકને ગોળ ને એકને ખોળ વ્યાજબી નથી,તમામ ચુંટાયેલા સભ્યોને સમાનતાનો હક મળવો જોઇએ.
    Click here to Read More
    Previous Article
    ATM માંથી પગાર ઉપાડીને નીકળતા શખ્સોએ આંતર્યો‎:અકસ્માતનો ડ્રામા કરીને 2 શખ્સે ખિસ્સામાંથી 6 હજારની કરી લૂંટ
    Next Article
    આંદોલન:પગાર વધારાના મુદ્દે જામનગરમાં આંગણવાડી બહેનોનું કલેકટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment