Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATM માંથી પગાર ઉપાડીને નીકળતા શખ્સોએ આંતર્યો‎:અકસ્માતનો ડ્રામા કરીને 2 શખ્સે ખિસ્સામાંથી 6 હજારની કરી લૂંટ

    13 hours ago

    જામનગર શહેરના અંબર ચોકડી રોડ પર ગુલાબબાર શો-રૂમ પાસે અકસ્માતનો ઝઘડો ઊભો કરી સોની પ્રૌઢને અપશબ્દો બોલીને ખિસ્સામાંથી રૂ.6 હજાર રોકડાની લૂંટી લેવાનો બનાવ સામે આવતા પોલીસમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફુટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વર્ધમા નગરમાં રહેતા અને ખાનગી સ્કુલમાં નોકરી કરતા મનોજભાઈ વિનોદચંદ્ર માંડવિયા (ઉં.વ.51) ગત તા. 6ના રોજ બપોરે આશરે 2 વાગ્યાના સુમારે પોતાનું સ્કુટર લઈને સ્કૂલેથી ઘરે જતા હતા. પગાર થયો હોવાથી તેમણે વીરલબાગ પાસેના ATMમાંથી રૂ.15000 ઉપાડ્યા હતા. જેમાંથી રૂ.6 હજાર ખરીદી કરવા માટે શર્ટના ખિસ્સામાં અને રૂ.9 હજાર વોલેટમાં રાખ્યા હતા. આ ​દરમિયાન, જી.જી. હોસ્પિટલથી અંબર ચોકડી તરફ જતા રોડ પર ગુલાબબાર શો-રૂમ નજીક પહોંચતા પાછળથી નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ હોર્ન વગાડીને મનોજભાઈનું એક્ટિવા સાઇડમાં રખાવ્યું હતું. ગાડી ઊભી રાખતા જ બંને ઇસમોએ તારી મોટરસાઇકલ અમારી મોટરસાઇકલ સાથે ભટકાડીને નુકસાન કર્યું છે, તેના રૂપિયા આપવા પડશે તેમ કહીને અપશબ્દો બોલીને તેમના શર્ટના ખિસ્સામાં રહેલા રૂ.6 હજાર રોકડની લૂંટ કરી નાશી છુટ્યા હતા. આ અંગેની ઘરે વાત કર્યા બાદ આજે સોમવારે પોલીસમાં અજાણ્યા લુંટારાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગેની તપાસ પીએસઆઈ જે.એસ.ગોવાણીએ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું નાટક કરી લૂંટ કરતી‎વધુ એક બેલડી સક્રિય થઈ...‎ જામનગર શહેરમાં પાછળથી મોટર સાયકલ અથડાવીને અન્ય વાહન ચાલકો પાસેથી ખર્ચના પૈસાની માંગણી કરીને લૂંટ કરતી વધુ એક ટોળકી ફરી સક્રિય થઈ છે. અગાઉ પણ આવા લૂંટના બનાવોમાં એક ટોળકી પોલીસ સકંજામાં આવી હતી.પરંતુ ફરી સક્રીય થયેલી બેલડીને પકડવી જરૂરી બની છે.
    Click here to Read More
    Previous Article
    અગરિયાઓ દ્વારા કલેકટરને સહાય માટે આવેદન આપ્યું‎:વલસાડમાં મીઠા અગરોને નુકસાન માટે સરવે અને સહાયની માગ ઉઠી
    Next Article
    વિપક્ષી સદસ્યાના બદલે પુર્વ વિપક્ષી નેતાએ પ્રશ્નોતરી કરતા વિવાદ થયો''તો‎:પ્રશ્નોત્તરી મુદ્દે વિવાદ બાદ જિ.પં. દ્વારા પરિપત્ર, સભ્યો જાતે જ પ્રશ્નો રજુ કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment