Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અગરિયાઓ દ્વારા કલેકટરને સહાય માટે આવેદન આપ્યું‎:વલસાડમાં મીઠા અગરોને નુકસાન માટે સરવે અને સહાયની માગ ઉઠી

    14 hours ago

    વલસાડમાં જુલાઈ માસ દરમિયાન અતિભારે વરસાદ અને પૂરના કારણે દરિયાકાંઠાના મીઠાના અગરોને વ્યાપક નુકસાન થયું છે. આ મુદ્દે સહાય ચૂકવવા અને સર્વે કરાવવા માગ કરવામાં આવી છે. અગરિયાઓએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર રજૂ કર્યું છે. નુકસાનીનું વળતર ચૂકવવા દાદ માગી છે. આવેદન મુજબ 22થી 24 દરમિયાન અતિભારે વરસાદથી પૂર આવ્યાં. ધરાસણા મીઠાં મંડળી, છરવાડા મીઠાં મંડળી, કરદીવા ભાગલ મીઠાં મંડળી, કકવાડી મીઠાં મંડળીના અગરોને નુકસાન થયું છે. મીઠાંનો પાક પૂરમાં ધોવાઈ ગયો છે. તેથી મંડળીના 900 અગરિયા પરિવારોના જીવનનિર્વાહ પર માઠી અસર પડી છે. બાળકોના અભ્યાસમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં મીઠાંના અગરોમાં કોઈ સર્વે કરાયો નથી. સહાય માટેની કોઈ પ્રક્રિયા પણ અગરિયાઓ માટે કરવામાં આવી નથી. સરકાર દ્વારા પૂરમાં દરેક ક્ષેત્રનો સર્વે કરાવી સહાય અપાઈ છે. તેથી મીઠાંના અગરિયાઓને પણ થયેલા નુકસાનનો સર્વે કરાવી યોગ્ય સહાય મળે તેવી દાદ માગી અરજદારોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકી અદાલતે ગૌતમ અદાણી પરનો કેસ રદ કર્યો:લાંચ-ઠગાઈના આરોપો પાછા ખેંચાયા; અદાણીએ લખ્યું- કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું
    Next Article
    ATM માંથી પગાર ઉપાડીને નીકળતા શખ્સોએ આંતર્યો‎:અકસ્માતનો ડ્રામા કરીને 2 શખ્સે ખિસ્સામાંથી 6 હજારની કરી લૂંટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment