Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંદોલન:પગાર વધારાના મુદ્દે જામનગરમાં આંગણવાડી બહેનોનું કલેકટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન

    11 hours ago

    જામનગર સહિત રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો હોવા છતાં, છેલ્લા દોઢેક વર્ષથી આ વધારાનો લાભ ચૂકવવામાં આવ્યો નથી. પગાર વધારા ઉપરાંત આંગણવાડી બહેનોના અન્ય પડતર પ્રશ્નો અને માગણીઓનો પણ કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં સમગ્ર રાજ્ય સહિત જામનગરમાં આંગણવાડી બહેનોમાં ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે. હાઈકોર્ટના આદેશનું પાલન ન થતાં જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં વિરોધનો વંટોળ ઊઠી રહ્યા છે. જેના ભાગરૂપે સોમવારે જામનગરમાં આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈ હતી અને શહેરના સાત રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલી આંગણવાડી બહેનોએ તંત્ર અને સરકાર સમક્ષ પોતાની પડતર માગણીઓ તેમજ હાઈકોર્ટના ચુકાદા મુજબ તાત્કાલિક પગાર વધારો ચૂકવવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. બહેનોએ ચેતવણી આપી હતી કે જો તેમની ન્યાયીક માગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વિપક્ષી સદસ્યાના બદલે પુર્વ વિપક્ષી નેતાએ પ્રશ્નોતરી કરતા વિવાદ થયો''તો‎:પ્રશ્નોત્તરી મુદ્દે વિવાદ બાદ જિ.પં. દ્વારા પરિપત્ર, સભ્યો જાતે જ પ્રશ્નો રજુ કરી શકશે
    Next Article
    "Faith In Truth, Law Unwavering": Gautam Adani On US Court Dismissing Charges

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment