Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર,જમીન અને જોરુ ...કહેવતને સાર્થક કરતો બનાવ:વટવામાં ઉછીના રૂપિયા પરત માંગતા મિત્રએ જ મિત્રને ચપ્પુના ઘા ઝીંક્યા

    1 day ago

    જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરું કહેવતને સાર્થક કરતો કિસ્સો વટવા વિસ્તારમાં બન્યો છે. જેમાં મિત્રને રૂપિયાની જરૂર પડતા યુવકે હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. બાદમાં યુવકની ઉધરાણીથી કંટાળીને મિત્રે મિત્રને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. વટવામાં રવિવારે સાંજે 65 વર્ષીય મોબીન અંસારી વટવા કેનાલ રોડ પાસે આવેલ બાગે કૌસર નજીક તેમના ઘરે હાજર હતા. દરમિયાન તેમના દીકરા મેમુદીનનો તેમના મોબાઈલમાં ફોન આવ્યો હતો. અને દીકરાએ તેના પિતાને જણાવ્યું કે મારા મિત્ર વસીમ જોડે ઝઘડો થઇ ગયો છે અને તેણે મને છરીના ઘા ઝીંકી દીધા છે. આટલું સાંભળતા જ પિતા તુરંત દીકરાની મદદ માટે દોડી આવ્યા હતા. અને જોયું તો દીકરાને પેટના ભાગે તથા ડાબા હાથના ભાગે છરીના ઘા વાગવાથી લોહી નીકળતું હતું. બાદમાં મોબીન અંસારીએ દીકરા મેમુદીનને વિગતવાર પૂછતા દીકરાએ પિતાને જણાવ્યું હતું કે આજથી દોઢ મહિના અગાઉ તેના મિત્ર વસીમને રૂપિયાની જરૂરિયાત હોવાથી હાથ ઉછીના રૂ.1600 આપ્યા હતા. બાદમાં વસીમે લીધેલા હાથ ઉછીના રૂપિયાની માંગણી અનેક વખત કરી ચુક્યો હતો. છતાં વસીમ રૂપિયા આપતો નહતો. જેથી રવિવારના રોજ સાંજના સમયે મેમુદીન પાસે વસીમ આવ્યો અને કેમ વારંવાર રૂપિયાની ઉઘરાણી કર્યા કરે છે કહીને વસીમે તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને મેમુદીનને પેટ અને ડાબા હાથના ભાડે મારી દીધું હતું. આ મામલે ઈજાગ્રસ્ત મેમુદીનના પિતા મોબીન અંસારીએ વસીમ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાઈપુરામાં મ્યુનિ. તંત્રનો ભેદભાવ:ફરિયાદો કરનારા રહીશોના બ્લોકમાં રોડ બનાવ્યો નહીં
    Next Article
    કામાખ્યા કોરિડોર પર આસામ સરકાર શું છુપાવી રહી છે:માતાના આદેશ પર સાધકો કોર્ટ પહોંચ્યા, બોલ્યા- આત્મા મરી જાય, પછી મંદિર શણગારીને શું કરવાનું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment