Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાઈપુરામાં મ્યુનિ. તંત્રનો ભેદભાવ:ફરિયાદો કરનારા રહીશોના બ્લોકમાં રોડ બનાવ્યો નહીં

    1 day ago

    ભાઈપુરા વોર્ડમાં ધીરજ હાઉસિંગ પાસે વિવિધ બ્લોકમાં રોડ બિસમાર થઈ ગયા હોવાથી સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી. તેમ છતાં અધિકારીઓ દ્વારા કામગીરી કરાતી ન હતી. અંતે રોડ બનાવાની કામગીરી કરવાનું આવ્યુ તો જે નાગરિકોએ રોડની ફરિયાદો કરી હતી તે વિસ્તાર પ્રત્યે ભેદભાવ રાખીને તંત્ર દ્વારા આસપાસના વિસ્તારના રોડ બનાવી દેવાયા હતા. જેના પગલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ સવાલ કરી રહ્યા છે કે, એક વિસ્તારમાં રોડનું કામ હોય તો અમારા બ્લોકમાં કામગીરી કેમ કરાતી નથી ? હાટકેશ્વર વોર્ડમાં સેવન ડે સ્કૂલ નજીક આવેલા ધીરજ હાઉસિંગ હરિપુરા અને ઋષિકેશ નગરના વિવિધ બ્લોકોમાં રોડની કામગીરીને લઈને તંત્ર સામે સ્થાનિક રહીશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટરના ગંદા પાણી, કાદવ-કીચડ અને ગંદકીથી પરેશાન રહીશોએ વારંવાર રજૂઆત કર્યા બાદ તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક ચિંતન શર્માએ આક્ષેપ કર્યો છે કે એક જ વિસ્તારમાં આવેલા અલગ-અલગ માર્ગોમાં તંત્ર દ્વારા સમાન રીતે રોડ બનાવવાની જગ્યાએ માત્ર બ્લોક નંબર 142થી 144 સુધી એક સ્થળે રોડ બનાવી દીધો છે. જ્યારે સતત જ્યાં ગંદકી અને રોડ બિસમાર હતો તે બ્લોક નંબર 145 થી 148 સુધીનો રોડ બનાવ્યો જ નથી. જેના કારણે જે માર્ગ પર રોડનું કામ થયું છે ત્યાંના રહીશોને રાહત મળી છે, જ્યારે બાજુના માર્ગોના રહીશો હજુ પણ બિસમાર રોડથી અવરજવર કરવા મજબૂર બન્યા છે. કોર્પોરેશનમાં ઓનલાઈન સહિત અનેક વખત રજૂઆત કરવામાં આવ્યા બાદ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ધીરજ હાઉસિંગના વિવિધ બ્લોકોમાં એક સમાન પરિસ્થિતિ હોવા છતાં એક જ સાઈટ પર રોડ બનાવીને અન્ય માર્ગ પર રોડનું કામ નહીં કરીને તંત્રે ફરિયાદો કરનારા પ્રત્યે ભેદભાવ રાખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે પ્રક્રિયા શરૂ કરી:દુષ્કર્મની ઘટનામાં ગાર્ડને રાખનારી એવન સિક્યોરિટી એજન્સીનું લાઈસન્સ રદ થશે
    Next Article
    જર,જમીન અને જોરુ ...કહેવતને સાર્થક કરતો બનાવ:વટવામાં ઉછીના રૂપિયા પરત માંગતા મિત્રએ જ મિત્રને ચપ્પુના ઘા ઝીંક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment