Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે પ્રક્રિયા શરૂ કરી:દુષ્કર્મની ઘટનામાં ગાર્ડને રાખનારી એવન સિક્યોરિટી એજન્સીનું લાઈસન્સ રદ થશે

    1 day ago

    આનંદનગરમાં ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતી પર દુષ્કર્મની ઘટનામાં આરોપી સિક્યોરિટી ગાર્ડે ધર્મસિંહ રામશંકરસિંહ રાઠોડે (27) પોલીસ સાથે ઝપાઝપી કરીને પીઆઈ આર.એસ. પરમારની સર્વિસ પિસ્ટલ ઝુંટવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પહેલી ગોળી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિરીટસિંહ રાઠોડને સાથળે અને બીજી ધર્મસિંહના પગમાં વાગી હતી. પોલીસે ધર્મસિંહ સામે સાપરાધ મનુષ્યવધનો પ્રયાસ, સરકારી કર્મી પર હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. એવન સિક્યોરિટી એજન્સીના સંચાલકે ધર્મસિંહને ટ્રેનિંગ, રજિસ્ટ્રેશન વગર નોકરી રાખ્યો હોવાથી એજન્સીનું લાઈસન્સ રદ કરવા પોલીસે પ્રક્રિયા શરૂ કરી છે. અમદાવાદમાં 1 લાખ, ગુજરાતમાં 5 લાખથી વધુ સિક્યોરિટી ગાર્ડ : કોઈ નિયંત્રણ નહીં ગુજરાતમાં 2,500 અને અમદાવાદમાં 600થી 800 ખાનગી સિક્યોરિટી એજન્સીઓ છે. રાજ્યમાં 5થી 6 લાખ, જ્યારે અમદાવાદમાં 1.50 લાખ ગાર્ડ ફરજ બજાવે છે. એજન્સીઓએ લાઇસન્સ સાથે ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. બિનહથિયારધારી ગાર્ડને રૂ.13થી 18 હજાર અને હથિયારધારીને રૂ.22થી 28 હજાર પગાર મળે છે. બિનહથિયારધારી ગાર્ડ સોસાયટી, મોલ-ઓફિસમાં, જ્યારે હથિયારધારી બેંકની કેશ વાન, જ્વેલરી શોરૂમમાં તહેનાત હોય છે. છતાં ગાર્ડ પર દેખરેખનો અભાવ છે. આરોપીના બે મોબાઈલ પોલીસે જપ્ત કર્યા દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલા ધર્મસિંહને સાથે રાખીને પોલીસે યુવતીનો ફોન કબજે કરવા રાત્રે 10.10 વાગ્યે હેબતપુર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે પહોંચી હતી. ત્યાંથી 2 મોબાઈલ ફોન મળી આવતા પોલીસે કબજે કરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. દરમિયાન ઈ-સાક્ષ્ય એપમાં વિગતો અપલોડ કરતી વેળાએ ધર્મસિંહે આનંદનગર PI આર.એસ. પરમારની સર્વિસ પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. એજન્સીએ ટ્રેનિંગ કે રજિસ્ટ્રેશન વગર જ ગાર્ડને નોકરીએ રાખ્યો ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતી પર દુષ્કર્મનો આરોપી ધર્મસિંહ રાઠોડ મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. તે છેલ્લા 4 વર્ષથી જુદી જુદી સિકયોરીટી એજન્સીમાં નોકરી કરતો હતો. જ્યારે એવન સિક્યોરિટી એજન્સીમાં 4 દિવસ પહેલા જ જોડાયો હતો. ધર્મસિંહનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. પરંતુ તેને એવન સિક્યોરિટી એજન્સીમાં માત્ર આધાર કાર્ડ અને પાનકાર્ડના આધારે જ નોકરી રાખી લેવાયો હતો. ત્યારબાદ તેને રહેણાંક ફલેટમાં નોકરી ફાળવવામાં આવી હતી. ધર્મસિંહને નોકરી રાખતા પહેલા અથવા તો નોકરી રાખ્યા પછી એવન સિક્યોરિટી એજન્સીના સંચાલકોએ કોઈ ટ્રેનિંગ કે માર્ગદર્શન આપ્યું ન હતું. જેથી ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે એવન સિક્યોરિટી એજન્સીનું લાઈસન્સ રદ કરવા પ્રક્રિયા શરૂ કરી દીધી છે. > શિવમ વર્મા, ડીસીપી ઝોન - 7
    Click here to Read More
    Previous Article
    દીનદયાળ પોર્ટ ગાંધીધામ-કચ્છમાં જોબની તક:DPAમાં સેફ્ટી એન્જિ.-સેફ્ટી ટ્રેનરના ઈન્ટરવ્યૂ 12મી ઓગસ્ટે
    Next Article
    ભાઈપુરામાં મ્યુનિ. તંત્રનો ભેદભાવ:ફરિયાદો કરનારા રહીશોના બ્લોકમાં રોડ બનાવ્યો નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment