Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરેશિયસનો ગુજરાત સાથે મોટો બિઝનેસ પ્લાન:ભારતીય ઉદ્યોગોને મોરેશિયસમાં સ્થાપવા આમંત્રણ, સરકાર જેટલું ભંડોળ આપશે તેટલું જ શ્વેતાર્ક પણ આપશે

    10 hours ago

    ભારત અને મોરેશિયસ વચ્ચે વેપાર, રોકાણ અને ઉદ્યોગ ક્ષેત્રે સહયોગ વધારવાની દિશામાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. મોરેશિયસના ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ તથા વેપાર મંત્રી સૈયદ મહંમદ આદિલ અમીર મીયાના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે શ્વેતાર્ક ગ્રૂપની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મોરેશિયસમાં ભારતીય ઉદ્યોગોને આકર્ષવા, નવા ઉદ્યોગો સ્થાપવા માટે પ્રોત્સાહન આપવા તેમજ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોને ભંડોળ પૂરું પાડવા અંગે એક કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી. મંત્રીના ગિફ્ટ સિટી પ્રવાસ પાછળ ત્રણ મુખ્ય હેતુ શ્વેતાર્ક ગ્રૂપના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્વેતાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરેશિયસના મંત્રીની ગિફ્ટ સિટી મુલાકાત પાછળ મુખ્યત્વે ત્રણ હેતુ હતા. મોરેશિયસમાં અનેક ચીજવસ્તુઓની જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે. તેથી ભારતની વિવિધ કંપનીઓ અને ઉદ્યોગોને મોરેશિયસમાં આવીને પોતાના ઉદ્યોગો સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાનો મંત્રીનો એક મહત્વપૂર્ણ હેતુ હતો. ગિફ્ટ સિટીની કંપનીઓ અને ઉદ્યોગકારો સાથે સંપર્ક કરીને તેમને મોરેશિયસમાં ઉદ્યોગ સ્થાપવા અને ત્યાંથી વેપાર શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. સરકાર જેટલું ભંડોળ આપશે, એટલું જ શ્વેતાર્ક આપશે મુલાકાતનો બીજો મહત્વપૂર્ણ મુદ્દો શ્વેતાર્ક દ્વારા મોરેશિયસમાં ભંડોળ ઊભું કરવાની યોજના સાથે જોડાયેલો છે. આ અંગે મોરેશિયસ સરકાર સાથે દરખાસ્ત અને સમજૂતી કરારની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવાયું છે. આ યોજના મુજબ મોરેશિયસ સરકાર સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ ક્ષેત્રને ભંડોળ આપવા જેટલી રકમ ફાળવશે, તેટલી જ રકમ શ્વેતાર્ક દ્વારા પણ સમકક્ષ ધોરણે આપવામાં આવશે. બંને તરફથી મળેલા ભંડોળનો ઉપયોગ મોરેશિયસમાં ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રને આગળ વધારવા માટે કરવામાં આવશે. ભારત સહિત વિશ્વની કંપનીઓને મોરેશિયસમાં સ્થાપવામાં મદદ આ ભંડોળના માધ્યમથી ભારત સહિત વિશ્વના એવા ઉદ્યોગો અને વ્યવસાયોને મદદ કરવામાં આવશે, જેઓ મોરેશિયસમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા વિસ્તરણ કરવા ઈચ્છે છે. શ્વેતાર્ક દ્વારા માત્ર ભંડોળ પૂરું પાડવામાં નહીં આવે, પરંતુ મોરેશિયસ સરકાર સાથેના સહયોગથી કંપનીઓને ત્યાં વ્યવસાય સ્થાપવામાં પણ મદદ કરવામાં આવશે. વ્યવસાય શરૂ થયા બાદ તેને આગળ વધારવા અને વિકસાવવા માટે શ્વેતાર્કની વ્યવસાય યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાની પણ યોજના છે. એક કલાકથી વધુ સમય સુધી સકારાત્મક ચર્ચા શ્વેતાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે આ સમગ્ર વ્યવસાય દરખાસ્ત અંગે એક કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી. ચર્ચા ખૂબ જ સકારાત્મક રહી હતી. આગામી દિવસોમાં મોરેશિયસ સરકાર, ગિફ્ટ સિટી અને શ્વેતાર્ક વચ્ચે મોટા પાયે વ્યવસાયિક સહયોગ વિકસવાની શક્યતા છે. વૈશ્વિક વ્યવસાય અને રોકાણની તકો અંગે પણ ચર્ચા મુલાકાત દરમિયાન વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો, આંતરરાષ્ટ્રીય વ્યવસાયનું માળખું, દેશો વચ્ચેનું રોકાણ, કરવેરા, નાણાકીય વ્યવસ્થા, કાયદાકીય બાબતો અને અનુપાલન સેવાઓ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. શ્વેતાર્ક ગ્રૂપ દ્વારા મોરેશિયસના પ્રતિનિધિમંડળને ગિફ્ટ સિટીના આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વ્યવસાયિક માળખા તથા વૈશ્વિક કંપનીઓ માટે ઉપલબ્ધ તકો અંગે માહિતી આપવામાં આવી હતી. અગાઉ મોરેશિયસની મુલાકાત પણ કરી હતી આ મુલાકાત અગાઉ શ્વેતાંગ પંડ્યા અને કાનૂની નિષ્ણાત કામેન્દુ જોશીએ મોરેશિયસની મુલાકાત દરમિયાન વરિષ્ઠ સરકારી અધિકારીઓ, બેન્કિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. શ્વેતાર્ક અને મોરેશિયસના સંબંધિત હિતધારકો વચ્ચે સમજૂતી કરારની પ્રક્રિયા પણ આગળ વધી રહી હોવાનું જણાવાયું છે. આ પ્રસંગે શ્વેતાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે, “મોરેશિયસ અને ભારત વચ્ચે વ્યવસાયિક સેતુને વધુ મજબૂત બનાવવો અને વૈશ્વિક સંસ્થાઓને ગિફ્ટ સિટીના માળખાનો લાભ લઈને સુવ્યવસ્થિત તથા વિસ્તારી શકાય તેવી આંતરરાષ્ટ્રીય કામગીરી સ્થાપવામાં સહાય કરવી અમારો મુખ્ય ઉદ્દેશ છે.” મોરેશિયસના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની આ મુલાકાતને ભારત અને મોરેશિયસ વચ્ચે વેપાર, રોકાણ, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક સહયોગને નવી દિશા આપનારી મહત્વપૂર્ણ મુલાકાત તરીકે જોવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ શહેર પોલીસ બેડામાં ફેરફાર:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા વધુ 42 કર્મીઓની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા
    Next Article
    તોફાન કરતા 2 વિદ્યાર્થીને પ્રિન્સિપાલે લાફા માર્યા:રાજકોટની ડ્રીમલેન્ડ સ્કૂલમાં ધો.10 ના વિદ્યાર્થીના ગાલ પર લાલ ચાંભા પડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment