Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:2 ઈંચ વરસાદમાં મહેસાણાના આઇકોનિક રોડ પર 10 થી વધુ સ્થળે કિચડ અને પાણી

    6 hours ago

    મહેસાણા શહેરમાં રાધનપુર અને મોઢેરા આઇકોનિક રોડ પર ચાલી રહેલી કામગીરી વચ્ચે બે ઈંચ વરસાદ પડતાં રોડની હાલત વધુ કફોડી બની હતી. વરસાદ બાદ બંને રોડ પર 10થી વધુ સ્થળે રોડ સાઈડ કિચડ સર્જાતાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું હતું. જ્યારે પાંચથી વધુ સ્થળે રોડનું લેવલ યોગ્ય ન હોવાથી પાર્કિંગ અને રોડ સાઈડ પર પાણી ભરાઈ ગયાં હતાં. રોડની કામગીરી દરમિયાન ખોદાયેલા ખાડાઓમાં પણ વરસાદી પાણી ભરાતાં હવે મચ્છરોના ઉપદ્રવની શક્યતા ઊભી થઈ છે. રાધનપુર રોડ પર દ્વારકાપુરી ફ્લેટના વળાંક પહેલાં કોમ્પ્લેક્સ આગળ પાર્કિંગ માટે ખોદકામ કરાયેલી જગ્યામાં પાણી ભરાઈ ગયાં હતાં. કચરો એકઠો થતાં ગંદકી પણ જોવા મળી હતી. પ્રહલાદનગર સામેના આઇકોનિક પાર્કિંગમાં લેવલના અભાવે... અનુસંધાન પાન-3 મોઢેરા ચોકડી બસપોર્ટના બંને પ્રવેશદ્વાર પર આખો દિવસ પાણી ભરાયેલું રહેતાં મુસાફરોને મુશ્કેલી પડી હતી. માનવ આશ્રમ સ્થિત 108 કચેરી પાછળ તેજસ્વી સોસાયટી આગળ વરસાદી લાઇન હોવા છતાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. જીલ કોમ્પ્લેક્સથી એકલવ્યનગર સુધીના માર્ગ પર પણ પાણી ભરાવાથી આસપાસની 10 સોસાયટીના રહીશોને મુશ્કેલી પડી હતી. એસટી પિકઅપ સ્ટેન્ડ સામે પાણી: મોઢેરા ચોકડીથી એસટી પિકઅપ સ્ટેન્ડ અને કોમ્પ્લેક્સ સુધી રસ્તાના અડધા ભાગમાં લેવલના અભાવે આખો દિવસ પાણી ભરાયેલું રહ્યું હતું. નારાયણનગર સોસાયટી બહાર માટી પુરાણ ધોવાઈ જતાં ખાડા પડ્યા છે. વીઆઈપી નગરથી કાવેરી સ્કૂલ તરફના માર્ગ પર બે ગટર ચેમ્બરના ઢાંકણા ઊંચા કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કારમાલિકને ઝડપી પાડવા પોલીસ ભરૂચ પહોંચી પણ ઘરે મળ્યો નહીં:પોલીસને કચડવાનો પ્રયાસ કરનાર દારૂની કારનું પગેરું ભરૂચ પહોંચ્યું
    Next Article
    ભાસ્કર વિશેષ:મનપાની પહેલ... ફાયર સ્ટેશનમાં જ પૂજાપાનું સેગ્રીગેશન, ફૂલમાંથી અગરબત્તી અને પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment