Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:મનપાની પહેલ... ફાયર સ્ટેશનમાં જ પૂજાપાનું સેગ્રીગેશન, ફૂલમાંથી અગરબત્તી અને પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ કરાશે

    6 hours ago

    ગણેશ મૂર્તિના વિસર્જન બાદ નીકળતા પૂજાપાના વેસ્ટના યોગ્ય નિકાલ અને પુનઃ ઉપયોગ માટે મહેસાણા મહાનગરપાલિકાએ પ્રથમવાર ફાયર સ્ટેશન સંકુલમાં વેસ્ટ સેગ્રીગેશનની વ્યવસ્થા ઊભી કરી છે. પાંચમા દિવસે અંદાજે 250 થી 300 કિલો પૂજાપાની સામગ્રી એકત્રિત કરી તેનું સેગ્રીગેશન કરવામાં આવ્યું હતું. આ સામગ્રીમાંથી રિસાયક્લિંગને પાત્ર વસ્તુઓ અલગ કરીને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવશે, જ્યારે અન્ય જૈવિક સામગ્રીનું કમ્પોસ્ટિંગ કરીને ખાતર બનાવવામાં આવશે. શહેરના ફાયર સ્ટેશન સંકુલ ખાતે આવેલા પાણીના કુંડમાં પાંચ દિવસ દરમિયાન કુલ 3,239 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. મૂર્તિ વિસર્જન માટે આવતા ભક્તો પૂજન-અર્ચન કર્યા બાદ ફૂલહાર, પૂજાપો, પ્લાસ્ટિક સહિતની અન્ય ધાર્મિક સામગ્રી માટે ઊભા કરવામાં આવેલા સ્ટોલ પર સામગ્રી જમા કરાવે છે. મનપાના કર્મચારીઓ દ્વારા આ સામગ્રીનું સ્થળ પર જ અલગ-અલગ સેગ્રીગેશન કરવામાં આવે છે. સેનેટરી શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ, પૂજાપાના વેસ્ટમાં ફૂલ, પ્લાસ્ટિક, અગરબત્તી, ફળફળાદિ સહિતની સામગ્રી હોય છે. ઉપયોગમાં લીધેલા ફૂલોનો રિસાયક્લિંગ પ્રક્રિયા દ્વારા અગરબત્તી બનાવવામાં ઉપયોગ કરી શકાય છે. પ્લાસ્ટિક વેસ્ટને રિસાયક્લિંગ માટે મોકલી પુનઃ ઉપયોગી બનાવવામાં આવશે. જ્યારે અન્ય જૈવિક સામગ્રીનું કમ્પોસ્ટિંગ કરીને ખાતર બનાવવામાં આવશે. ધાર્મિક સામગ્રી મનપાના સ્ટોલમાં જમા કરાવો ધાર્મિક પૂજાની સામગ્રી જાહેર સ્થળો, રસ્તાઓ, તળાવો કે નદીમાં ન નાખીને મનપા દ્વારા નિર્ધારિત સ્થળે જ જમા કરાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ભક્તો દ્વારા પણ આ કામગીરીમાં સહયોગ મળી રહ્યો છે, જેના કારણે ધાર્મિક સામગ્રીના યોગ્ય નિકાલ સાથે શહેરની સ્વચ્છતા જાળવવામાં મદદ મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:2 ઈંચ વરસાદમાં મહેસાણાના આઇકોનિક રોડ પર 10 થી વધુ સ્થળે કિચડ અને પાણી
    Next Article
    आर्कटिक में बढ़ेगा अमेरिकी सैन्य प्रभाव, ट्रंप ने डेनमार्क और ग्रीनलैंड के साथ किया ‘इन्फिनिट लाइफ एग्रीमेंट’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment