Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ શહેર પોલીસ બેડામાં ફેરફાર:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા વધુ 42 કર્મીઓની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા

    9 hours ago

    રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક સાથે વધુ 42 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં પ્રથમ યાદી જાહેર કરી 49 કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી હતી આ પછી વધુ એક બદલીનો લીથો તૈયાર કરી 88 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ 5 લીથા જાહેર કરવામાં આવ્યા તેમાં કુલ 179 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલી કર્મીની બદલી કરવામાં આવી હતી. આ પછી 04.08.2026ના રોજ ચોથો લીથો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ 32 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી હતી. જયારે આજે 10.08.2026ના રોજ આજે વધુ 42 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. 42 પૈકી 14 પોલીસ કર્મી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા જેમને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે જયારે બાકીના 27 કર્મીઓની આંતરિક પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે અને 1 પોલીસ કર્મીને હેડ ક્વાર્ટરમાં બદલી આપવામાં આવી છે. અગાઉ 137 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે
    Click here to Read More
    Previous Article
    મહિલા સુરક્ષા મુદ્દે હર્ષ સંઘવીના કાર્યાલય બહાર હંગામો:ગૃહમંત્રીના કાર્યાલયે મહિલા સુરક્ષા અંગે સવાલ પૂછવા પહોંચેલા પાયલ સાકરીયા સહિતના નેતાઓની દ્વાર પરથી જ  અટકાયત
    Next Article
    મોરેશિયસનો ગુજરાત સાથે મોટો બિઝનેસ પ્લાન:ભારતીય ઉદ્યોગોને મોરેશિયસમાં સ્થાપવા આમંત્રણ, સરકાર જેટલું ભંડોળ આપશે તેટલું જ શ્વેતાર્ક પણ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment