Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સુરક્ષા મુદ્દે હર્ષ સંઘવીના કાર્યાલય બહાર હંગામો:ગૃહમંત્રીના કાર્યાલયે મહિલા સુરક્ષા અંગે સવાલ પૂછવા પહોંચેલા પાયલ સાકરીયા સહિતના નેતાઓની દ્વાર પરથી જ  અટકાયત

    7 hours ago

    ગુજરાતમાં કથળતી જતી મહિલા સુરક્ષા અને તાજેતરમાં ગાંધીનગરમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયાની આગેવાની હેઠળ મહિલા કાર્યકરો અને નેતાઓ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુરત સ્થિત કાર્યાલય ખાતે મહિલા સુરક્ષા અંગેના એક્શન પ્લાન બાબતે સવાલો પૂછવા પહોંચ્યા હતા. જોકે, તેઓ કાર્યાલય સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની બળજબરીપૂર્વક અટકાયત કરી લીધી હતી. પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઝપાઝપી તથા ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ આ વિરોધ પ્રદર્શન દરમિયાન આપના પ્રદેશ સંગઠન મંત્રી મહેશ અણઘણ, કોર્પોરેટર રચના હિરપરા, અસ્મિતા ધોરાજીયા સહિત સુરત શહેરના અનેક હોદ્દેદારો અને મહિલા કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ્સ સાથે જોડાયા હતા. પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઝપાઝપી તથા ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ હતી. બાદમાં પોલીસે વિરોધ કરી રહેલા તમામ નેતાઓ અને મહિલા કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડી હજીરા પોલીસ મથકે લઈ ગઈ હતી. અટકાયત બાદ આપ મહિલા પ્રમુખ પાયલ સાકરીયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર મહિલાઓને સલામતી આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે શું ગૃહમંત્રીના કાર્યાલયમાં માત્ર માફિયાઓ જ જઈ શકે છે, મહિલાઓ નહીં? તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ કોઈ હિંસક વિરોધ કરવા નહીં પરંતુ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે મહિલા સુરક્ષા અંગે સરકારના એક્શન પ્લાન વિષે પૂછપરછ કરવા આવ્યા હતા. પરંતુ પોલીસે આ રીતે બળપ્રયોગ કરીને સવાલ પૂછવાનો નાગરિકોનો લોકશાહી હક છીનવી લીધો છે.
    Click here to Read More
    Previous Article
    छात्रों ने घेरा विधान सभा, लाठी चार्ज, राहुल ने हिंसा की निंदा की, मोदी-शाह क्यों चुप रहे
    Next Article
    રાજકોટ શહેર પોલીસ બેડામાં ફેરફાર:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા વધુ 42 કર્મીઓની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment