Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવતી સ્કૂલમાં 'દીક્ષા' અને વાલી અભિમુખીકરણ કાર્યક્રમ:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને નેતૃત્વ ઘડતર માટે આયોજન

    1 day ago

    પાટણ સ્થિત એનજી.ઇએસ. કેમ્પસ સંચાલિત ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ભાવિ નેતૃત્વના ઘડતર માટે વાલી અભિમુખીકરણ કાર્યક્રમ (Parent Orientation Program - POP) તથા ભવ્ય ઈન્વેસ્ટિચર સેરેમની ‘દીક્ષા: A Dawn of Leadership’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ‘સંસ્કારસભર વાતાવરણ, સંસ્કારસભર ભારત’ના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો અને તેની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થનાથી થઈ હતી. વાલી અભિમુખીકરણ કાર્યક્રમ અંતર્ગત વાલીઓને શાળાની શૈક્ષણિક પદ્ધતિઓ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શાળા અને વાલીઓ વચ્ચેનો સુમેળભર્યો સહયોગ બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાનું પણ આ પ્રસંગે જણાવાયું હતું. કાર્યક્રમ દરમિયાન BIPSના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું મનમોહક પ્રદર્શન કર્યું હતું. સરસ્વતી વંદના અને સ્વાગત નૃત્ય, EVS અંતર્ગત ‘Green India, Clean India’, ગુજરાતી મૂક નાટક ‘હરિત ધરતી, સુરક્ષિત ભવિષ્ય’, ‘નન્હે કદમ, ભવિષ્ય કી ઓર’, ગણિત વિષય અંતર્ગત માપનની વિવિધ પદ્ધતિઓનું નિદર્શન તેમજ ‘યશસ્વી ભારત, ઉજ્જવળ ભવિષ્ય’ નૃત્ય દ્વારા વિદ્યાર્થીઓએ શિક્ષણ, પર્યાવરણ, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે યોજાયેલી ‘દીક્ષા: A Dawn of Leadership’ ઈન્વેસ્ટિચર સેરેમનીમાં નવા વિદ્યાર્થી નેતાઓને તેમની જવાબદારીઓથી અવગત કરવામાં આવ્યા હતા. Outgoing Leaders દ્વારા પોતાના અનુભવો અને માર્ગદર્શન નવા નેતાઓ સાથે વહેંચવામાં આવ્યા હતા. ત્યારબાદ યોજાયેલી શપથવિધિ (Oath Taking Ceremony) માં વિદ્યાર્થી નેતાઓએ શાળાની પ્રતિષ્ઠા જાળવવા, શિસ્તનું પાલન કરવા અને પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. BIPSની વિશેષતા તરીકે શાળાના સમગ્ર વિદ્યાર્થી સમુદાયને ભારતીય જ્ઞાનપરંપરાના ચાર પવિત્ર વેદોના નામ પરથી ચાર હાઉસમાં વિભાજિત કરવામાં આવ્યા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ હાઉસ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને વારસાની ઓળખ સાથે નેતૃત્વ, શિસ્ત, ટીમવર્ક, સ્વસ્થ સ્પર્ધા અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવે છે. ઈન્વેસ્ટિચર સેરેમની દરમિયાન આ ચારેય હાઉસના વિદ્યાર્થી નેતાઓને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જે કાર્યક્રમને ભારતીય સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણના અનોખા સંગમ તરીકે વિશેષ બનાવે છે. BIPS દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર, વાલી-શાળા સહભાગિતા અને નેતૃત્વ વિકાસનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને સકારાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી:મુખ્યમંત્રીની હાજરીમાં 5000 લોકો જોડાશે; કલેક્ટરે કાર્યક્રમની વિગતો આપી
    Next Article
    દાહોદમાં આદિવાસી રેલી પર AAP-ભાજપ વચ્ચે રાજકારણ:ચૈતર વસાવા પ્રત્યે સમાજનો સ્નેહ અને સ્વયંભૂ સમર્થન,પવિત્ર ઉત્સવને રાજકીય રંગ ન આપવા AAPની આકરી અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment