Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી:મુખ્યમંત્રીની હાજરીમાં 5000 લોકો જોડાશે; કલેક્ટરે કાર્યક્રમની વિગતો આપી

    1 day ago

    અમરેલી જિલ્લામાં આ વર્ષે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમમાં અંદાજે 5000 લોકો ઉપસ્થિત રહેશે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગેની વિગતવાર માહિતી જાહેર કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આ ઉજવણી માટે ઝીણવટભરી તૈયારીઓ ચાલી રહી છે, જેમાં તમામ વિભાગોનું સંકલન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત કુલ ચાર મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં 'એટ હોમ' કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ (મેગા ઇવેન્ટ), ધ્વજવંદન સમારોહ અને શસ્ત્ર પ્રદર્શનનો સમાવેશ થાય છે. 'એટ હોમ' કાર્યક્રમ 14 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 4:30 કલાકે કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નવી નૂતન શાળા) ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમ રાજ્યપાલના અધ્યક્ષસ્થાને યોજાશે, જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ, અગ્રણી નાગરિકો, પદ્મ એવોર્ડ વિજેતાઓ, શહીદ પરિવારજનો અને પ્રાકૃતિક ખેતી કરતી વિશિષ્ટ મહિલાઓ સહિત અંદાજે 500થી વધુ આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ ગીતનું ગાન, રાજ્યપાલનું પ્રાસંગિક ઉદ્બોધન અને અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાતનો સમાવેશ થાય છે, ત્યારબાદ હાઈ-ટીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમનો કુલ સમયગાળો આશરે 75 મિનિટનો રહેશે. 'એટ હોમ' કાર્યક્રમ માટે 550 વાહનોની ક્ષમતા સાથે કુલ 3 પાર્કિંગ સ્થળ તૈયાર કરાયા છે. આરોગ્ય સુવિધાઓ માટે 2 મેડિકલ ટીમ અને 2 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમ (મેગા ઇવેન્ટ) 14 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 6:30 કલાકે ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલ કોફી ટેબલ બુક અને જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિભાગોની વિકાસલક્ષી યોજનાઓનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારબાદ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 60 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 1000 આમંત્રિત અગ્રણીઓ ઉપરાંત 5000 જેટલી જાહેર જનતા ઉપસ્થિત રહેવાની ધારણા છે, જેના માટે કુલ 11 પાર્કિંગ સ્થળનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજવંદન કાર્યક્રમ 15 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 8:55 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જ્યારે શસ્ત્ર પ્રદર્શન સમર્થ વ્યાયામ મંદિર, અખાડા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગાયત્રી પરિવારે પાટણમાં વૃક્ષારોપણ કર્યું:નાડોદા રાજપૂત સમાજના છાત્રાલયમાં 70 વૃક્ષો વાવ્યા
    Next Article
    ભગવતી સ્કૂલમાં 'દીક્ષા' અને વાલી અભિમુખીકરણ કાર્યક્રમ:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને નેતૃત્વ ઘડતર માટે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment