Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જલારામ મંદિરે સાયબર સુરક્ષા સેમિનાર:ત્રણ નવી સમાજસેવા યોજનાઓ અને ગૌસેવાનો સંદેશ અપાયો

    3 days ago

    જામનગરના હાપા સ્થિત જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ ખાતે સાયબર સુરક્ષા, સમાજસેવા અને ગૌસેવાના ત્રિવેણી કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે સાયબર સુરક્ષા સેમિનાર યોજાયો, જેમાં નાગરિકોએ ઓનલાઈન ઠગાઈથી બચવા માર્ગદર્શન મેળવ્યું. એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. એમ. શુક્લના હસ્તે સમાજહિતની ત્રણ નવી યોજનાઓનો પ્રારંભ કરાયો, અને ગૌસેવાનો સંદેશ પણ અપાયો. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરના સચિવ તથા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. એમ. શુક્લ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાએ ઓનલાઈન ફ્રોડ, ડિજિટલ છેતરપિંડી, OTP, QR કોડ, ફેક લિંક અને સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે એ. એમ. શુક્લના હસ્તે 'જ્ઞાતિ વૈવાહિક માહિતી' યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ યોજનાનો હેતુ સર્વે જ્ઞાતિના યુવક-યુવતીઓને વિશ્વસનીય વૈવાહિક માહિતી પૂરી પાડવાનો છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાએ 'જલારામ જોબવર્ક માહિતી' યોજનાનો પ્રારંભ કરાવ્યો. આ યોજના રોજગાર ઇચ્છુક યુવક-યુવતીઓને વિવિધ નોકરી અને રોજગારીની માહિતી પૂરી પાડશે. પી.એલ.વી. ટીમના કોઓર્ડિનેટર ઉપાસનાબેન ઠક્કરના હસ્તે 'મેડિકલ સાધન સહાય યોજના' શરૂ કરવામાં આવી. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ મેડિકલ સાધનો સહાયરૂપે ઉપલબ્ધ કરાવાશે. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ હાપા સ્થિત ગૌશાળામાં મુખ્ય અતિથિ એ. એમ. શુક્લ દ્વારા ગૌમાતાનું વિધિવત્ પૂજન અને આરતી કરવામાં આવી. આ પ્રસંગે ગૌસેવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, અને ઉપસ્થિત મહાનુભાવો તથા ભાવિકોએ પણ ગૌપૂજનમાં સહભાગી બની ગૌસંવર્ધનનો સંદેશ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, સમાજના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજજાગૃતિ, જનકલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો. કાર્યક્રમનું સંચાલન અતુલભાઈ કાતર દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મહિલા ડૉક્ટરોએ રેગિંગ કરી ગાળો ભાંડી, લાગી આવતાં ડૉ.હર્ષનો આપઘાત:તમે અમારા નોકર છો કહીને રૂમમાં ગોંધી રાખતા, સુરતમાં 4 ડૉક્ટર સસ્પેન્ડ, FIR પણ થશે
    Next Article
    હિંમતનગરમાં દશામાં મૂર્તિ બજાર શરૂ:ટાવર ચોકમાં રૂ. 100 થી 5000 સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment