Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં દશામાં મૂર્તિ બજાર શરૂ:ટાવર ચોકમાં રૂ. 100 થી 5000 સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ

    3 days ago

    દશામાંના દસ દિવસીય વ્રતને અનુલક્ષીને હિંમતનગરના ટાવર ચોકમાં મૂર્તિ વેચાણ બજાર શરૂ થયું છે. અહીં રૂ. 100 થી લઈને રૂ. 5000 સુધીની દશામાંની મૂર્તિઓ ઉપલબ્ધ છે. આ બજારમાં નાના-મોટા અંદાજે 50 જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે મૂર્તિઓને પ્લાસ્ટિકના કવચમાં સુરક્ષિત રાખવામાં આવી છે. અહીં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) માંથી બનેલી દશામાંની મૂર્તિઓ રૂ. 100 થી રૂ. 5000 સુધીની કિંમતમાં મળે છે. આ મૂર્તિઓ અડધા ફૂટથી લઈને ચાર ફૂટ સુધીની વિવિધ ઊંચાઈમાં ઉપલબ્ધ છે. બજારમાં માટીની મૂર્તિઓ પણ એક સ્ટોલ પર જોવા મળી હતી. વેપારી દિલીપભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, માટીની મૂર્તિઓ મોંઘી હોય છે. અડધા ફૂટની મૂર્તિ રૂ. 500 થી શરૂ થાય છે, જ્યારે બે ફૂટની મૂર્તિની કિંમત આશરે રૂ. 2500 છે. આ બજારમાં દશામાંની મૂર્તિઓ વિવિધ રંગો અને સ્વરૂપોમાં ઉપલબ્ધ છે. મૂર્તિઓ સાથે પૂજાપાનો સામાન પણ લારીઓ પર વેચાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં જલારામ મંદિરે સાયબર સુરક્ષા સેમિનાર:ત્રણ નવી સમાજસેવા યોજનાઓ અને ગૌસેવાનો સંદેશ અપાયો
    Next Article
    સુરત રેગિંગ કેસ બાબતે આરોગ્યમંત્રીનું નિવેદન:રેગિંગ કરનાર ડોકટરોના સર્ટિફિકેટમાં નોંધ થશે, 4 તબીબો સસ્પેન્ડ; HOD સહિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment