Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મ્યુ. કમિશનરે 4 અધિકારીને સસ્પેન્ડ કર્યા:સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામોમાં ગેરરીતિ મામલે કંપની સામે FIRના આદેશ, કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ

    1 week ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામોમાં થયેલી ગંભીર ગેરરીતિઓ સામે AMC કમિશનર બંછાનિધિ પાની દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિજિલન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મેઝરમેન્ટ બુકમાં ફેરફાર, ડુપ્લિકેટ મેઝરમેન્ટ, સમાન ઇનવોઇસ તથા સાઇટ પરના વાસ્તવિક કામ અને નોંધાયેલા માપમાં તફાવતો સામે આવતા 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવાની સાથે કરોડોની રિકવરી, FIR અને કોન્ટ્રાક્ટરો સામે પ્રતિબંધ જેવી કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે. વિજિલન્સ વિભાગે ટેન્ડર કોન્ટ્રાક્ટર વિસત કન્સ્ટ્રક્શન, ટેન્ડર કોન્ટ્રાક્ટર મીરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોન્ટ્રાક્ટર રો-ગોલ્ડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, કોન્ટ્રાક્ટર વિન્સેન્ઝો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, PMC તરીકે કાર્યરત TUV રહેઇનેલ્ડ (India) Pvt. Ltd. તથા આઈ.આર.ક્લાસ સિસ્ટમ એન્ડ સોલ્યુસન પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિઓના નિવેદનો લીધા હતા. આ ઉપરાંત અમલીકરણ અધિકારીઓના નિવેદનો, સ્થળ તપાસ અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. આ તપાસમાં સામે આવ્યું કે પૂર્વઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 107, 108 અને 115 હેઠળ આવેલા ન્યૂ મણીનગર તથા સંલગ્ન વિસ્તારોમાં નવું સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક નાંખવાનું કામ વિસત કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવ્યું હતું. આ કામ માટે TUV રહેઇનેલ્ડ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ PMC તરીકે નિમાયેલ હતી. કામની ટેન્ડર રકમ રૂ. 7,33,41,105 હતી, જ્યારે મંજૂર રકમ રૂ. 6,68,21,080.77 હતી. AMC દ્વારા કોન્ટ્રાક્ટરને અત્યાર સુધી રૂ. 5,81,41,283.94ની ચુકવણી પણ કરવામાં આવી હતી. વિજીલન્સ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વિસત કન્સ્ટ્રક્શન દ્વારા આ કામગીરી રો-ગોલ્ડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને સબલેટમાં સોંપવામાં આવી હતી. વધુ તપાસમાં બિલોની વિગતો મેળવતા અસલ મેઝરમેન્ટ બુક નં. 103/25-26ના પાના નં. 24 આર, 25 અને 27માં તફાવત સામે આવ્યો હતો. AMCના જણાવ્યા મુજબ પેમેન્ટ થયા બાદ વિજીલન્સ વિભાગમાં મેઝરમેન્ટ બુક રજૂ થાય તે પહેલાં આ પાનાં બદલી નાખવામાં આવ્યા હતા. આ મામલે જવાબદારો સામે FIR નોંધાવવાનો નિર્ણય લેવાયો છે. આ તપાસ દરમિયાન વિસત કન્સ્ટ્રક્શન અને મીરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેઝરમેન્ટ બુક ચકાસતા એક જ રોડ પર તા. 22-04-2025થી 25-12-2025 દરમિયાન થયેલ કામગીરી માટે એકસરખા મેઝરમેન્ટ નોંધાયા હતા. જેમાં 1200 મીમી પાઈપના ડાયાની લાઇન રોયલ હોટલથી વિશાલા રેસીડન્સી સુધી 692.10 રનિંગ મીટર અને 1600 મીમી ડાયાની લાઇન વિશાલા રેસીડન્સીથી પ્રાયોશા પામ ફ્લેટ સુધી 452.40 રનિંગ મીટર નોંધાઈ હતી. આ ડુપ્લિકેટ ક્વોન્ટિટીના આધારે રૂ. 1,62,63,268.80ની રિકવરી વિસત કન્સ્ટ્રક્શન પાસેથી કરવામાં આવશે. આ ઉપરાંત 1200 મીમી ડાયાની લાઇનના જથ્થામાં નોંધાયેલા તફાવત બદલ રૂ. 26,12,888.72 તથા સાઇટ પરના વાસ્તવિક મેઝરમેન્ટ અને બુકમાં નોંધાયેલા મેઝરમેન્ટ વચ્ચેના તફાવત બદલ રૂ. 45,28,385.36ની વધુ રિકવરી કરવામાં આવશે. આમ, વિસત કન્સ્ટ્રક્શન પાસેથી કુલ રૂ. 2,34,04,541.88ની રિકવરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ પૂર્વઝોનના વસ્ત્રાલ વોર્ડમાં પેકેજ-2 ખોડીયાર લેક હેઠળ ટી.પી. નં. 105, 106, 113, 114 તથા ઓઢવ ટી.પી. 112 અને 104 વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેઇન નાખવાના કામમાં પણ ગેરરીતિ સામે આવી હતી. આ કામ મીરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સોંપવામાં આવ્યું હતું અને આઈ.આર.ક્લાસ સિસ્ટમ એન્ડ સોલ્યુસન પ્રાઇવેટ લિમિટેડ PMC તરીકે કાર્યરત હતી. આ કામ માટે ટેન્ડર રકમ રૂ. 9,09,58,150.11 હતી, જ્યારે મંજૂર રકમ રૂ. 10,35,83,141.34 હતી. AMC દ્વારા અત્યાર સુધી રૂ. 4,22,70,439.17ની ચુકવણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મીરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં મેઝરમેન્ટ બુકમાં નોંધાયેલા માપ અને સાઇટ પર લેવાયેલા વાસ્તવિક મેઝરમેન્ટ વચ્ચે તફાવત સામે આવતા રૂ. 10,52,607.91ની રિકવરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પૂર્વ ઝોનના ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં એડી.સિટી ઇજનેર રાજેશ રાઠવા, ડેપ્યુટી સિટી ઇજનેર ઉત્કર્ષ ભાભોર, આસિસ્ટન્ટ સિટી ઇજનેર રમેશ બારીઆ તથા આસિસ્ટન્ટ ઇજનેર અલ્પેશ મકવાણાનો સમાવેશ થાય છે. તેમની સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PMC તરીકે કાર્યરત TUV રહેઇનેલ્ડ (India) પ્રાઇવેટ લિમિટેડ સામે પણ કડક વલણ અપનાવ્યું છે. આ કામગીરીની ચકાસણી તથા MPR, કાર્ટીંગ રજીસ્ટર, પાઇપ લેઇંગ રજીસ્ટર અને ડેઇલી પ્રોગ્રેસ રજીસ્ટર જેવી દસ્તાવેજી પ્રક્રિયાની યોગ્ય દેખરેખ ન રાખવા બદલ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ એજન્સીને કોઈપણ નવા કામો સોંપવામાં નહીં આવે તેવો પણ નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં તમામ એજન્સી દ્વારા રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તેમજ મેઝરમેન્ટ બુકમાં બાબતે એફઆઇઆર પણ કરવામાં આવશે. ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ફરી ન બને તે માટે AMC દ્વારા સુધારાત્મક પગલાં પણ જાહેર કરવામાં આવ્યા છે. સરક્યુલર નં. 29/2 તા. 18-05-2026 દ્વારા ઇજનેર વિભાગમાં વિવિધ પ્રોજેક્ટ અને મરામત પ્રકારના કામોના મેઝરમેન્ટ બુક રેકોર્ડ જાળવવા તેમજ વહિવટ અને પ્રિ-ઓડિટ વિભાગ દ્વારા બિલ પ્રક્રિયા દરમિયાન અનુસરવાની નવી કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. આ પરિપત્ર AMCની વેબસાઇટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લિંબાયત ઝોનમાં કમિશનરે સમીક્ષા બેઠક કરી:પ્રિ-મોન્સૂન કામગીરી અને શહેરી પ્રોજેક્ટો ઝડપથી પૂર્ણ કરવા નાગરાજનના આદેશ
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પરથી 50 કરોડના હેરોઇન સાથે શખસ ઝડપાયો:મહિલાએ મલેશિયામાં જથ્થો આપ્યો'તો, થાઇલેન્ડથી આવેલા મુસાફરને 6 કિલો ગાંજા સાથે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment