Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રૂ.9.90 લાખની ચોરી કરી:તરસાલીમાં રહેતો પરિવાર મહારાષ્ટ્ર ગયો ને તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને રફૂચક્કર

    6 दिन पहले

    વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા મનોકામના સોસાયટીમાં પરિવાર સામાજિક પ્રસંગે મહારાષ્ટ્ર ગયો હોય તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી આશરે રૂ.9.90 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ પડોશીએ ઘરનાં બારણા ખુલ્લાં જોવા મળતાં પરિવારને કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. મહારાષ્ટ્રમાં પ્રસંગમાં ગયા ને ઘરે તસ્કરો ત્રાટક્યા ફરિયાદી દિનેશભાઈ પરશુરામ સિરસાટ (ઉ.વ.59), રહે. મકાન નં. ડી-20, મનોકામના સોસાયટી, વિભાગ-1, સોમનાથનગર સામે, તરસાલી, વડોદરા, મૂળ પરિવાર સાથે રહે છે અને સુસેન ચાર રસ્તા નજીક આવેલી બંડી ઈન્ડિયા કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેઓ પરિવાર સાથે તા.23 મેના રોજ સાંજે મહારાષ્ટ્રના શિડપુર ખાતે સામાજિક પ્રસંગે ગયા હતા. દરવાજા અને લોખંડની જાળીનાં તાળા તૂટેલી હાલતમાં આ દરમિયાન તા.25 મેની વહેલી સવારે પડોશી રીનાબેન પટેલે તેમના પુત્ર આકાશને ફોન કરી ઘરનાં ઉપર અને નીચેના બારણા ખુલ્લાં હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારને શંકા જતાં તેઓ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા. બપોરે ઘરે પહોંચતાં ગ્રાઉન્ડ ફ્લોર તથા પહેલા માળના દરવાજા અને લોખંડની જાળીનાં તાળા તૂટેલા હાલતમાં મળી આવ્યા હતા. ઘરમાં પ્રવેશતાં તિજોરીઓ અને કબાટનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. રોકડ, સોના અને ચાંદીના દાગીના સહિત 9.90 લાખની ચોરી તપાસ દરમિયાન તિજોરીમાંથી સોનાના આશરે 170 ગ્રામ દાગીના, ચાંદીના આશરે 800 ગ્રામ દાગીના તથા રોકડા રૂ.2 લાખ મળી રૂ.9.90 લાખની મત્તા ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું. ચોરીમાં રાણીહાર, મંગળસૂત્ર, વીંટીઓ, સોનાના બિસ્કિટ, કાનની બુટ્ટી, ચાંદીના પાયલ અને બેલા સહિતના દાગીનાનો સમાવેશ થાય છે. બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પિતા પ્રમુખ બન્યાના 12 કલાકમાં પુત્રની દાદાગીરી!:કાર્યકર્તાને ફોન કરી કહ્યું- 'જિલ્લા પંચાયતમાં દેખાયો એટલે ઉપાડી લઈશ', સંજય પીપળીયાના પુત્રની કથિત ઓડિયો વાઈરલ
    Next Article
    સોમનાથમાં VIP દર્શનના નામે છેતરપિંડી:ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment