Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના બાવાહાજી માર્ગ પર માટીનું ગેરકાયદે ખનન:નદીમાંથી લાખો ટન માટીની બેરોકટોક ચોરી સામે કડક કાર્યવાહી માંગ; ખાણ ખનીજ વિભાગે માટી ખનન ચાલતું હોવાનું સ્વીકાર્યું

    1 week ago

    પાટણના બાવાહાજી માર્ગ પર આવેલી નદીમાંથી છેલ્લા કેટલાક સમયથી માટીનું મોટાપાયે ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની ગંભીર બાબત સામે આવી છે. માટી ચોરીમાં સંકળાયેલા તત્વો કોઈપણ પ્રકારની રોયલ્ટી ભર્યા વિના કે પરવાનગી લીધા વગર જ લાખો ટન માટીની ચોરી કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. મશીનરી વડે માટીનું ખોદકામ કરી વેચાણ આ ગેરકાયદે પ્રવૃત્તિ આચરવા માટે જેસીબી અને હિટાચી જેવા મોટા મશીનોનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નદીના પટમાંથી ગેરકાયદે રીતે ખોદવામાં આવેલી માટીને મોટા ડમ્પરો અને ટ્રેક્ટરો મારફતે અન્ય સ્થળોએ લઈ જઈને વેચવામાં આવે છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. પોલીસ પહોંચી અને ખનીજ વિભાગે સ્વીકાર્યું આ સમગ્ર ગેરકાયદે ખનન અંગે ભારે ચર્ચા જાગતા જ પોલીસની ગાડી ઘટનાસ્થળે નદી વિસ્તારમાં પહોંચી હતી. બીજી તરફ, ખાણ ખનીજ વિભાગના અધિકારીએ ટેલિફોનિક સંપર્કમાં પોતાની પાસે કોઈ ચોક્કસ લેખિત ફરિયાદ ન આવી હોવાનું જણાવીને નદી વિસ્તારમાં માટીનું ખોદકામ ચાલી રહ્યું હોવાનો સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો. સ્થાનિકો દ્વારા કડક કાર્યવાહીની જોરદાર માંગ સરકારી મિલકત સમાન નદીમાંથી ચાલતી માટી ચોરીના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી તિજોરીને થતું લાખો રૂપિયાનું આર્થિક નુકસાન અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા ભૂમાફિયાઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી કડક માંગ ઉઠવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં નવરાત્રી પર્વ નિમિત્તે ફુડ સેફટી વિભાગનું 20 સ્થળે ચેકિંગ:8 પેઢીમાંથી 34 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા, અસ્વચ્છતા દાખવનાર 2 પેઢી સામે કાર્યવાહી, અખાદ્ય ખોરાકનો નાશ
    Next Article
    ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભૂકંપ:ચેરમેન સહિત 4 હોદ્દેદારો બરતરફ, યુવરાજસિંહે માંગી જેલ અને FIR; પૂર્વ ચેરમેને ગણાવ્યો જૂથવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment