Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્ણા નદીના પૂરે દક્ષિણ ગુજરાતના ઝીંગા ઉદ્યોગને રોળ્યો:કરોડો રૂપિયાના તૈયાર ઝીંગા પાણીમાં વહી ગયા, માછીમારોને નુકસાન, રાહત પેકેજની માગ

    2 days ago

    દક્ષિણ ગુજરાતમાં પૂર્ણા નદીમાં આવેલા વિનાશક ઘોડાપૂરે નવસારીના દરિયાકાંઠે આવેલા એકવાકલ્ચર ઉદ્યોગને ગંભીર ફટકો માર્યો છે. આ પૂરમાં કરોડોના ઝીંગા ઉદ્યોગને નુકસાન થયું છે, જેના કારણે સ્થાનિક ઝીંગા ઉછેરકો અને માછીમારો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. જિલ્લાના 52 કિલોમીટર લાંબા દરિયાકિનારે આવેલા જલાલપોર અને ગણદેવી તાલુકાના ખાંજણ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આને કારણે કરોડો રૂપિયાના તૈયાર ઝીંગા પાણીમાં વહી ગયા હતા, અને અનેક ઝીંગા તળાવોના પાળા તૂટી ગયા હતા. જલાલપોર તાલુકાના મછાડ ગામમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આશરે 250 હેક્ટર ખાંજણ જમીન પર 140થી વધુ ઝીંગા તળાવો આવેલા છે. 24 જુલાઈની રાત્રે પૂર્ણા નદીમાં અચાનક પૂરના પાણી વધતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પ્રચંડ પ્રવાહમાં ઝીંગા તળાવોના પાળા ફાટી ગયા અને કેટલાક તળાવો ઓવરફ્લો થઈ ગયા. આ સ્થિતિમાં તળાવો પર કામ કરતા અંદાજે 250 જેટલા મજૂરો ફસાઈ ગયા હતા, જેમને મોડી રાત્રે બોટ મારફતે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મછાડ ગામના ખાંજણ વિસ્તારમાં જ આશરે રૂ. 35થી 40 કરોડનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. નવસારીના દરિયાકાંઠે શ્રેષ્ઠ ગુણવત્તાના ટાઈગર ઝીંગાનો ઉછેર કરવામાં આવે છે, જેની મુંબઈ મારફતે વિદેશોમાં નિકાસ થાય છે. બજારમાં આ ઝીંગાનો ભાવ રૂ. 500થી 600 પ્રતિ કિલો મળે છે. આગામી 15મી ઓગસ્ટની આજુબાજુ ઝીંગાનો તૈયાર માલ બહાર કાઢવાની (હાર્વેસ્ટિંગ) તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ તે પહેલાં જ પૂર આવતાં તમામ તૈયાર માલ પાણીમાં તણાઈ ગયો. દરિયાઈ ખેતી કરતા સ્થાનિક પ્રગતિશીલ ખેડૂત અમિત પટેલે જણાવ્યું કે, તેમના 30 ઝીંગા તળાવોમાંથી 26 તળાવો પૂરમાં ધોવાઈ ગયા છે. આશરે 100 ટન ઝીંગા પાણીમાં વહી જતાં તેમને એકથી દોઢ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઝીંગા ઉછેરકોએ ખેતીની જેમ દરિયાઈ ખેતીને પણ સરકારી સહાય આપવાની માંગ કરી છે, જેથી આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકાય.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં શ્રાવણનો શિવમય મહોત્સવ:13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી આયોજન, 51 કુંડી યજ્ઞ અને પાલખીયાત્રા યોજાશે
    Next Article
    ગાંધીનગરમાં મેઘરાજાની એન્ટ્રી:રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થતાં પાટનગરમાં ઝરમર વરસાદ શરૂ, નગરજનોને અસહ્ય ઉકળાટથી આંશિક રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment