Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં મેઘરાજાની એન્ટ્રી:રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થતાં પાટનગરમાં ઝરમર વરસાદ શરૂ, નગરજનોને અસહ્ય ઉકળાટથી આંશિક રાહત

    2 days ago

    ગુજરાતમાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકસાથે સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યભરમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદ પડી શકે છે. આ વાતાવરણની અસર રૂપે આજે ગાંધીનગરમાં ઝરમર વરસાદ શરૂ પણ થઈ ગયો છે. રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટતા અસહ્ય ગરમી અને બફારાથી લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા હતા. તેવામાં હવે હવામાન વિભાગ તેમજ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાયેલી આગાહીથી નાગરિકો અને ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. વાતાવરણમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે સાર્વત્રિક વરસાદની પૂર્ણ શક્યતા છે. આ બદલાયેલા મોસમની અસર પણ શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે આજે રાજ્યના પાટનગર ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકસાથે સક્રિય થયા છે. આ તમામ સિસ્ટમો સાનુકૂળ બનતા રાજ્યમાં ચોમાસાની પ્રવૃત્તિમાં મોટો વધારો જોવા મળશે. રાજ્યમાં ક્યારે કેવો વરસાદ વરસશે? બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વિસ્તૃત આગાહી મુજબ, 13 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. આ ઉપરાંત પાટણ, સમી, હારીજ અને દક્ષિણ સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. જોકે 14 અને 15 ઓગસ્ટના રોજ વાતાવરણમાં થોડો ઉઘાડ નીકળશે અને ચોમાસામાં ટૂંકો બ્રેક આવશે. આ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનશે.જેની પ્રાથમિક અસર પૂર્વ ભારતમાં જોવા મળશે. પરંતુ આ બ્રેક લાંબો સમય નહીં ટકે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના હવામાનમાં ફરીથી પલટો આવશે. ત્યારબાદ 22 અને 23 ઓગસ્ટથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઈ જશે. જે 25 થી 28 ઓગસ્ટ વચ્ચે વધુ જોર પકડશે. ઓગસ્ટના અંતમાં એટલે કે ૩૧ ઓગસ્ટના રોજ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના કારણે વરસાદ પડવાની શક્યતા છે.જેને જ્યોતિષીય દ્રષ્ટિએ કે ખેતી માટે બહુ સાનુકૂળ ગણવામાં આવતો નથી.આગાહી મુજબ માત્ર ઓગસ્ટ જ નહીં, પરંતુ સપ્ટેમ્બર મહિનો પણ વરસાદથી ભરપૂર રહેવાનો છે. સપ્ટેમ્બરના પ્રારંભે 2 અને 7 તારીખે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં એક પછી એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની પૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્ણા નદીના પૂરે દક્ષિણ ગુજરાતના ઝીંગા ઉદ્યોગને રોળ્યો:કરોડો રૂપિયાના તૈયાર ઝીંગા પાણીમાં વહી ગયા, માછીમારોને નુકસાન, રાહત પેકેજની માગ
    Next Article
    વડોદરાના વકીલ હિતેશ ગુપ્તા સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનો ઉગ્ર વિરોધ:વકીલોએ રેન્જ IG કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું,. મોટી સંખ્યામાં વકીલો ઉમટ્યા, પોલીસ હાય હાયના નારા લગાવ્યા, ફરિયાદ રદ્દ કરવા માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment