Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં શ્રાવણનો શિવમય મહોત્સવ:13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી આયોજન, 51 કુંડી યજ્ઞ અને પાલખીયાત્રા યોજાશે

    2 days ago

    પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ-2026નો 30 દિવસીય શિવ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર, શ્રાવણ વદ અમાસ સુધી સોમનાથ તીર્થ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને ઉમટી પડવાની સંભાવના વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિક સુવિધા, દર્શન, પૂજન, ભોજન, પાર્કિંગ અને સુરક્ષાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. શ્રાવણના 4 સોમવાર ઉપરાંત રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ અને અમાસ સહિતના પર્વોમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચશે. આને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા વિવિધ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ સાથે વધારાનો સ્ટાફ અને સાધનસામગ્રી તૈનાત કરવામાં આવી છે. સોમવાર અને તહેવારોના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ શ્રાવણ દરમિયાન પ્રથમ વખત સોમનાથમાં 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી અલગ-અલગ સ્લોટમાં ભક્તોને યજ્ઞમાં યજમાન બનવાની તક મળશે. માત્ર રૂ. 51ના ન્યોછાવરથી ભક્તોને આહુતિ દ્રવ્ય, ધોતી તથા યજ્ઞમાં જોડાવાની સુવિધા આપવામાં આવશે. યજ્ઞમાં ગીર ગાયના છાણાનો ઉપયોગ થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના ગૌપાલકોને પણ જોડવામાં આવી રહ્યા છે. હજારો ગૌપાલકોએ છાણાના અનુદાન માટે નામ નોંધાવ્યું હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે. રોજ નવા શૃંગારમાં સોમનાથ દાદા શ્રાવણના 30 દિવસ દરમિયાન સોમનાથ મહાદેવને વિવિધ ધાર્મિક મહાત્મ્ય ધરાવતા વિશિષ્ટ શૃંગાર કરાશે. સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના વિશેષ શૃંગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પાલખીયાત્રા હવે વધુ દિવસો શ્રાવણના ૪ સોમવાર ઉપરાંત શ્રાવણ પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પ્રથમ વખત સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવશે. હજારો શિવભક્તો પાલખીને ઊંચકીને ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો અનુભવ કરશે. વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધા વૃદ્ધો, અશક્ત અને દિવ્યાંગ યાત્રિકો માટે પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક ટોય ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. વ્હીલચેર, ગોલ્ફ કાર્ટ માટે નિઃશુલ્ક ટિકિટ તથા સહાયક સ્ટાફની વ્યવસ્થા રહેશે. વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક સહિતની વિવિધ પૂજાઓ માટે ‘વન સ્ટોપ સોલ્યુશન’ ઊભું કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    અમારા નોકર છો એમ કહી મહિલા ડૉક્ટરો ગાળો દેતી:સુરતમાં ડૉ.હર્ષ પંડ્યાનો જીવ લેનાર સસ્પેન્ડેડ 4 ડૉક્ટરમાંથી 3 લેડી રેસિડેન્ટ; રેગિંગ કરનારના સર્ટિફિકેટમાં નોંધ થશે
    Next Article
    પૂર્ણા નદીના પૂરે દક્ષિણ ગુજરાતના ઝીંગા ઉદ્યોગને રોળ્યો:કરોડો રૂપિયાના તૈયાર ઝીંગા પાણીમાં વહી ગયા, માછીમારોને નુકસાન, રાહત પેકેજની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment