Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પાલિકા સભામાં ભારે હંગામો:પૂરની નિષ્ફળતા મુદ્દે ભાજપના કાઉન્સિલરોએ તંત્રની નિષ્ફળતાને ખુલ્લી પાડતાં શાસક પક્ષના અન્ય હોદ્દેદારો અસ્વસ્થ થઈ ગયા

    11 hours ago

    વલસાડ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં આવેલા પૂર અને ભારે વરસાદ દરમિયાન નગરપાલિકા તંત્રની નબળી કામગીરી તથા પૂર્વ તૈયારીઓના અભાવને કારણે સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આશ્ચર્યજનક રીતે, વિપક્ષની સાથે શાસક પક્ષ ભાજપના જ કાઉન્સિલરોએ પાલિકાના વહીવટ અને પોતાના જ પક્ષના હોદ્દેદારો સામે સવાલો ઉઠાવ્યા હતા. સભા દરમિયાન કાઉન્સિલર જ્યોત્સનાબેન રાઠોડે માઇક હાથમાં લઈને નગરપાલિકા તંત્ર અને પ્રમુખ/હોદ્દેદારો સામે તીખા પ્રહારો કર્યા હતા. તેમણે કામગીરીમાં વિલંબ અંગે જણાવ્યું કે, 'બાજુમાં વાપીમાં યોગ્ય સમયે સામાન્ય સભા યોજી નિર્ણયો લેવાય છે, તો આપણે ત્યાં જ કેમ કાયમ વિલંબ થાય છે?' તેમણે ઉમેર્યું કે સમયસર કામો મંજૂર ન થવાને કારણે સરેરાશ એક-એક વર્ષ સુધી કામગીરી પાછળ ઠેલાય છે, જેના કારણે કાઉન્સિલરોને વોર્ડના લોકો સમક્ષ જવાબ આપવો પડે છે. રાઠોડે હાથમાં કાગળો બતાવી સત્તાધીશોને સવાલ કર્યો કે નિયમો અને કલમો મુજબ સભા કે નિર્ણય મુલતવી રાખવાની સત્તા કોની પાસે છે. તેમણે ભૂલ સ્વીકારવાની પણ હિમાયત કરી. બીજી તરફ, કાઉન્સિલર ઉર્વશીબેન પટેલે પૂરની હોનારત દરમિયાન પાલિકાની નિષ્ફળતા અને તંત્રની લાપરવાહી સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે સભામાં આકરા પ્રહારો કરતા કહ્યું કે, 'વરસાદ અને પૂરની આગાહી પહેલાથી જ હતી, છતાં વલસાડ નગરપાલિકાએ પૂર રાહત કે બચાવ માટે શું પૂર્વ તૈયારીઓ કરી હતી?' પટેલે સવાલ ઉઠાવ્યો કે વરસાદ ચાલુ હતો ત્યારે તંત્ર ક્યાં ઊંઘતું હતું. તેમણે જણાવ્યું કે રાત્રે ૩-૩ વાગ્યે પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા ત્યારે લોકો અગાશી અને છત પર ચડીને જીવ બચાવી રહ્યા હતા. લોકો મદદ માટે ફોન કરતા હતા, પરંતુ નગરપાલિકા તરફથી કોઈ યોગ્ય મદદ મળી નહોતી. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે લોકો મુશ્કેલીમાં હતા ત્યારે NDRF કે સ્થાનિક રહીશોએ જ એકબીજાને રેસ્ક્યૂ કર્યા. નગરપાલિકાએ આટલી મોટી આપત્તિમાં પોતાની શું જવાબદારી નિભાવી તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો. ​ભાજપના જ મહિલા કાઉન્સિલરો દ્વારા જનહિતના પ્રશ્નો અને પૂર દરમિયાન તંત્રની નિષ્ફળતાને સભામાં ખુલ્લી પાડવામાં આવતાં શાસક પક્ષના અન્ય હોદ્દેદારો અસ્વસ્થ થઈ ગયા હતા. સામાન્ય સભામાં પૂર રાહત, સફાઈ, પ્રી-મોન્સૂન કામગીરી અને તંત્રની લાપરવાહીને લઈને ભારે બોલાચાલી અને હંગામો જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોની ટક્કરે એક્ટિવાચાલકનું મોત:લોકોના ટોળાએ બે લોકોને પકડી પોલીસને સોંપ્યાં, બે ફરાર; કારનું પડીકું વળુ ગયું
    Next Article
    SPU માં 5 સ્ટાર્ટઅપને ₹9.92 લાખની સહાય મંજૂર:યુવા સંશોધકોના આરોગ્ય, વારસો, પર્યાવરણના ઉકેલોને પ્રોત્સાહન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment