Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SPU માં 5 સ્ટાર્ટઅપને ₹9.92 લાખની સહાય મંજૂર:યુવા સંશોધકોના આરોગ્ય, વારસો, પર્યાવરણના ઉકેલોને પ્રોત્સાહન

    9 hours ago

    સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ના કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પી. પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રો. ડૉ. સુનીલ ચાકીના નેતૃત્વમાં SPU–SSIP–નવાધારા એકમ ખાતે માસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઇનોવેટર્સ દ્વારા રજૂ કરાયેલા આઠ નવતર સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સનું નિષ્ણાત સમિતિ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું. પ્રોજેક્ટ્સની ઉપયોગિતા, નવીનતા, વ્યવહારિકતા અને આગામી તબક્કાની સંભાવનાઓના આધારે પાંચ પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી. આ પાંચ પ્રોજેક્ટ્સને કુલ ₹9,92,000/- ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે, સાથે જ ત્રણ બૌદ્ધિક સંપદા (IPR) પ્રસ્તાવનાઓને પણ મંજૂરી અપાઈ છે. નિષ્ણાત સમિતિનું ધ્યાન ખેંચનાર પ્રોજેક્ટ્સમાં જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓનો 'ગુપ્ત ક્રેતા' પ્રોજેક્ટ મુખ્ય હતો. આ પ્રોજેક્ટ વ્યક્તિગત અને આરોગ્યસંબંધિત વસ્તુઓની ખરીદીમાં અનુભવાતી સામાજિક સંકોચ દૂર કરવા માટે ગોપનીયતા, ચોવીસ કલાક ઉપલબ્ધતા અને સુરક્ષિત ડિજિટલ ચુકવણીની સુવિધા પૂરી પાડે છે. ચારુસેટના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલું 'કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત પેટન્ટ શોધ સાધન' ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પેટન્ટની માહિતી શોધવા અને તેનું વિશ્લેષણ કરવાની સમય માંગી લેતી પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (ISTAR) ના પૂર્વ વિદ્યાર્થીઓએ 'ન્યુમિઆઈટી' વિકસાવ્યું છે. આ ટેક્નોલોજી પ્રાચીન સિક્કાઓ પરની બ્રાહ્મી, ખારોષ્ઠી, ફારસી, ઉર્દૂ, અરબી, પાલી અને શારદા જેવી લિપિઓને ઓળખી તેનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરી ભારતના સિક્કાશાસ્ત્રીય વારસાને સંશોધકો અને સંગ્રહકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આયુર્વેદિક ઔષધિઓ આધારિત 'હોર્મોન સંતુલન બાર' પ્રોજેક્ટ રજૂ કર્યો. આ પ્રોજેક્ટ મહિલાઓના માસિક ચક્ર દરમિયાન થતા હોર્મોન અસંતુલનને કારણે થતી તકલીફોને દૂર કરી શરીરની પોષક જરૂરિયાતોને ટેકો આપવા માટે છે. આણંદની શ્રી અલ્પેશ એન. પટેલ અનુસ્નાતક વિજ્ઞાન અને સંશોધન સંસ્થાના વિદ્યાર્થીઓએ 'લિગ્નોબૂસ્ટ બાયોફ્યુઅલ્સ' પ્રોજેક્ટ રજૂ કર્યો, જે કૃષિ અને વનસ્પતિ અવશેષોના ઉપયોગથી ઊર્જા તથા આરોગ્ય સંબંધિત પડકારોના ઉકેલ પૂરા પાડે છે. આ સાથે, બૌદ્ધિક સંપદાની પ્રસ્તાવનામાં બે કોપીરાઇટ અને એક ટ્રેડમાર્કને મંજૂરી આપવામાં આવી. સરદાર પટેલ યુનિવર્સિટીનું SPU–SSIP–નવાધારા એકમ વિવિધ ક્ષેત્રોમાં ઊભા થતા વાસ્તવિક પ્રશ્નોને નવીનતા અને સંશોધન દ્વારા ઉકેલતા વિચારોને યોગ્ય માર્ગદર્શન તથા આર્થિક સહાય પૂરી પાડી તેમને વ્યવહારુ સ્વરૂપ આપવા માટે સતત કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ પાલિકા સભામાં ભારે હંગામો:પૂરની નિષ્ફળતા મુદ્દે ભાજપના કાઉન્સિલરોએ તંત્રની નિષ્ફળતાને ખુલ્લી પાડતાં શાસક પક્ષના અન્ય હોદ્દેદારો અસ્વસ્થ થઈ ગયા
    Next Article
    ગોધરામાં દશામાના આગમનના વધામણાં:મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, મહારાણી ગ્રુપના આયોજનમાં ભક્તિમય માહોલ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment