Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોની ટક્કરે એક્ટિવાચાલકનું મોત:લોકોના ટોળાએ બે લોકોને પકડી પોલીસને સોંપ્યાં, બે ફરાર; કારનું પડીકું વળુ ગયું

    12 hours ago

    સતલાસણા તાલુકાના ભીમપુર પાટીયા નજીક 9 ઓગસ્ટના રોજ ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આનંદભાંખરી ગામના પટેલ ફાર્મ ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હસમુખ વશરામભાઈ પટેલના 56 વર્ષીય મોટા ભાઈ મહેશ પટેલ એક્ટિવા GJ-02-CR-6991 લઈને પટેલ ફાર્મથી સતલાસણા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીમપુર પાટીયા પાસે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી પહોંચેલી નંબર પ્લેટ વગરની કાળા કલરની સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો આ અકસ્માતમાં મહેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બનાવ સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને પરિવારજનોને જાણ કરી હતી. આ દરમિયાન 108ની ટીમે ચકાસણી કરી મહેશભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસે પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ સ્વજનોને સોંપ્યો હતો. બે લોકોને સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યાં અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીની પાછળની ડેકી તપાસતાં તેમાંથી ગાડીનો સાચો નંબર GJ-01-WP-7523 મળી આવ્યો હતો. આ ગાડીમાં કુલ ચાર શખસ સવાર હતા, જેમાંથી બે સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. જ્યારે અન્ય બેને સ્થાનિક લોકોએ સ્થળ પર જ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતા. ફરાર આરોપીઓની શોધખોળ પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પકડાયેલા ગાડીના ચાલકે પોતાનું નામ મનીષજી સુરેશજી કાંનાજી ઠાકોર (ઉં.વ. 25, રહે. હસનપુર, મોટો ઠાકોરવાસ, તા. વિસનગર) તથા બીજા ઈસમે પોતાનું નામ દીપકજી દશરથજી સોમાજી ઠાકોર (ઉં.વ.21, રહે. ધૂળીમાનું પરૂ, વિસનગર) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નાસી છૂટેલા અન્ય બે શખસો વિજયજી ઠાકોર અને રોહિતજી ઠાકોર (બંને રહે. વિસનગર) હોવાનું સામે આવ્યું છે. સ્કોર્પિયો ચાલક સામે ગુનો દાખલ આ સમગ્ર મામલે હસમુખભાઈ પટેલે સતલાસણા પોલીસ સ્ટેશનમાં સ્કોર્પિયો કારચાલક મનીષજી ઠાકોર વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'અમારા નોકર છો એમ કહી મહિલા ડૉક્ટરો ગાળો દેતી':સુરતમાં ડૉ.હર્ષ પંડ્યાનો જીવ લેનાર સસ્પેન્ડેડ 4 ડૉક્ટરમાંથી 3 લેડી રેસિડેન્ટ; રેગિંગ કરનારના સર્ટિફિકેટમાં નોંધ થશે
    Next Article
    વલસાડ પાલિકા સભામાં ભારે હંગામો:પૂરની નિષ્ફળતા મુદ્દે ભાજપના કાઉન્સિલરોએ તંત્રની નિષ્ફળતાને ખુલ્લી પાડતાં શાસક પક્ષના અન્ય હોદ્દેદારો અસ્વસ્થ થઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment