Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગણેશ આગમન શરૂ, ભક્તોમાં ઉત્સાહ:વિજલપોરમાં આશાપુરી મંડળે ભવ્ય શોભાયાત્રા યોજી, ડીજે-ફાયર શો આકર્ષણ

    13 hours ago

    આગામી 14મી સપ્ટેમ્બરે ગણેશ સ્થાપના થવાની છે. તે પૂર્વે જ નવસારી જિલ્લામાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજલપોર સહિત સમગ્ર શહેરમાં ડીજે, વિવિધ નૃત્ય સંગઠનો અને રંગબેરંગી લાઇટોની ઝાકમઝોળ વચ્ચે ગણેશજીની મૂર્તિઓનું આગમન શરૂ થઈ ગયું છે. વિજલપોરમાં આશાપુરી વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા નવસારીની પ્રથમ આગમન યાત્રા યોજાઈ હતી. હજારો કાર્યકર્તાઓ અને ભક્તોની હાજરીમાં સરદાર ચોકથી આશાપુરી સોસાયટી સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં નવસારીવાસીઓ જોડાયા હતા. આ શોભાયાત્રામાં જોગેશ્વરી બીટ્સ, મુંબઈનું સંસ્કૃતિ બીટ્સ, ડીજે કાર્તિક સમ્રાટ લાઇટ્સ અને સોસાયટીની બહાર ક્રેન સાથેનો વિશિષ્ટ ફાયર શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આશાપુરી વિઘ્નહર્તા ગણેશ મંડળના પ્રમુખ માલવ નાયકે જણાવ્યું હતું કે, આ વર્ષે તેમના મંડળનું 47મું વર્ષ છે. તેમણે પ્રથમ આગમન યાત્રામાં ઉમટેલા ભક્તોનો આભાર માન્યો હતો અને કાર્યકરોની મહેનતને બિરદાવી હતી. ગણેશોત્સવ માત્ર ધાર્મિક પર્વ જ નથી, પરંતુ નવસારી જિલ્લા માટે કરોડો રૂપિયાનો મોટો કારોબાર પણ છે. આ ઉત્સવ ડીજે, બેન્ડ વાજિંત્ર, માળી, મંડપ સર્વિસ, કેટરિંગ અને અનેક નાના-મોટા વેપારીઓને મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો:ત્રણ આરોપીની ધરપકડ, મુદ્દામાલ સાથે બાઇક જપ્ત
    Next Article
    સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા સત્સંગ જ્ઞાન પરીક્ષા ભાગ-2 યોજાઈ:પાદરા સહિત વિશ્વભરમાં હરિભક્તોએ ઉત્સાહપૂર્વક આપી પરીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment