Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો:ત્રણ આરોપીની ધરપકડ, મુદ્દામાલ સાથે બાઇક જપ્ત

    14 hours ago

    ચાણસ્મા હાઈવે પરથી વોડાફોન કંપનીનો રૂ. 2.50 લાખની કિંમતનો 4000 મીટર નેટ કેબલ વાયરનું ડ્રમ ચોરાઈ ગયું હતું. આ ઘટના ચાણસ્મા હાઈવે રોડ પર રેલ્વે ફાટક નજીક આવેલા સાંઈબાબા મંદિર પાસેથી બની હતી. આ અંગે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રાધનપુર તાલુકાના મઘાપુર ગામના વતની અને વોડાફોન કંપનીના પેટા કોન્ટ્રાક્ટર ધરમસિંહ પાંચાભાઈ ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા 15 થી 20 દિવસથી મહેસાણા રોડ પર વડાવલી ત્રણ રસ્તા અને ચાણસ્મા હાઈવે સર્કલ ખાતે વોડાફોન કંપની દ્વારા નેટ કેબલ જમીનમાં નાખવાની કામગીરી ચાલી રહી હતી. કેબલ વાયર ચોરીની આ ઘટનામાં ચાણસ્મા પોલીસે ઝડપી કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં વપરાયેલ બાઈક અને ચોરાયેલ કેબલ વાયરનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં ચેતનસિંહ શાંતુભા ઝાલા (રહે. સુણસર આંબલીપુરા, તા. ચાણસ્મા, જી. પાટણ), રચીન હિરૂભા અભેસંગ ઝાલા (રહે. સુણસર તળપોદ પાટી, તા. ચાણસ્મા, જી. પાટણ) અને કનકસિંહ સેંધુભા વાલસંગજી ઝાલા (રહે. સુણસર તળપોદ પાટી, તા. ચાણસ્મા, જી. પાટણ) નો સમાવેશ થાય છે. આ ગુનામાં મનુભા ભગવતસિંહ ઝાલા (રહે. સુણસર આંબલીપુરા, તા. ચાણસ્મા, જી. પાટણ) નામનો એક આરોપી હજુ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, CCTV:4 શખ્સોએ મળીને જીમ સંચાલક અને તેના ભાઈને માર માર્યો, ડંડાથી હુમલો કરતા જીમ સંચાલક ઇજાગ્રસ્ત, એક શખ્સ તીક્ષણ હથિયાર લઈ આવ્યો, સામસામે ફરિયાદ
    Next Article
    નવસારીમાં ગણેશ આગમન શરૂ, ભક્તોમાં ઉત્સાહ:વિજલપોરમાં આશાપુરી મંડળે ભવ્ય શોભાયાત્રા યોજી, ડીજે-ફાયર શો આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment