Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવેની ગુજરાતને ભેટ, વેરાવળ-ઓખાથી સીધી હરિદ્વારની બે ટ્રેન શરૂ થશે:2 નવી એસી ટ્રેનને મંજૂરી, સૌરાષ્ટ્રના યાત્રાળુઓ માટે હરિદ્વાર જવું સરળ બનશે

    12 hours ago

    દિવાળીના તહેવારો પહેલાં જ ગુજરાતના લોકો અને ખાસ કરીને યાત્રાળુઓ માટે રેલવે તરફથી ગુજરાતને બે ટ્રેન ભેટ આપી છે. જેમાં હરિદ્વાર જવા-આવવા માટેની મુસાફરી હવે વધુ સરળ અને આરામદાયક બનશે. રેલવે બોર્ડ દ્વારા વેરાવળથી હરિદ્વાર અને ઓખાથી હરિદ્વાર વચ્ચે બે નવી એસી ટ્રેનો શરૂ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. વેરાવળથી હરિદ્વાર વચ્ચેની ટ્રેન દર ગુરુવારે અને સોમવારે ઉપડશે રેલવે દ્વારા મંજૂર કરાયેલી વેરાવળથી હરિદ્વાર વચ્ચેની ટ્રેન દર ગુરુવારે અને સોમવારે સવારે 11.05 કલાકે વેરાવળથી ઊપડશે અને બીજા દિવસે સાંજે 6 વાગ્યે હરિદ્વાર પહોંચાડશે. આ ટ્રેનને ગુજરાતમાં વેરાવળ, કેશોદ, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા અને પાલનપુર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના મુસાફરોને હરિદ્વાર જવા માટે વધુ એક વિકલ્પ તેમજ રેલવેએ ઓખા અને હરિદ્વાર વચ્ચે પણ એક નવી સાપ્તાહિક એસી ટ્રેનને મંજૂરી આપી છે. આ ટ્રેનને ઓખા ઉપરાંત દ્વારકા, જામનગર, હાપા અને રાજકોટ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેથી સૌરાષ્ટ્રના મુસાફરોને હરિદ્વાર જવા માટે વધુ એક સુવિધાયુક્ત વિકલ્પ મળી રહેશે. ​જોકે, રેલવે બોર્ડ દ્વારા આ નવી ટ્રેનો ક્યારથી સત્તાવાર રીતે પાટા પર દોડતી થશે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    ₹12 લાખના વ્યાજે ₹16.37 લાખ ચૂકવ્યા છતાં ₹33 લાખ બાકી:કોન્ટ્રાક્ટરની સાડા દસ વીઘા જમીન પચાવી પાડનાર વ્યાજખોર ઝડપાયો
    Next Article
    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી જંગ:ફોર્મ ચકાસણીમાં મેન્ડેટની ક્ષતિઓ અને ત્રિસંતાન નિયમના કારણે અનેક ફોર્મ રદ, મેદાનમાં 137 ઉમેદવારો યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment