Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાની સિદ્ધુ નામની મહિલાએ પોતાના આઈડીમાં વીડિયો અપલોડ કર્યો:સફાઈકર્મીને માર મારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકનાર મહિલા સિક્યુરિટી સામે ફરિયાદ

    15 hours ago

    મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીને તેની જાતિ પૂછી મહિલાને છેડતી કરતો હોવાના આક્ષેપ લગાવી માર મારતો વીડિયો બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અપલોડ કરી વાયરલ કરનાર મહિલા સિક્યુરિટી સામે આખરે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સફાઈ કર્મચારીને માર મારી રોલો પાડવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવો મહિલા સિક્યુરિટીને ભારે પડ્યો છે. મહેસાણાના ઉચરપી રોડ પર આવેલી પાર્થ સિટી સોસાયટીની પાછળ રહેતા રાકેશભાઈ રામજીભાઈ વાઘેલા (વાલ્મિકી) નાગલપુર વોર્ડમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. 5 ઓગસ્ટે સાંજે 6:30 વાગે મોઢેરા ચોકડી નજીક રોજ સફાઈ કરતા હોવાથી તેમને ઓળખતા લારીવાળાઓ પાસેથી શાકભાજી લેતા હતા. તે સમયે એક મહિલાએ તેમની પાસે આવી નામ પૂછતાં તેમણે નામ અને જાતિ જણાવ્યા બાદ તેણીએ તું મહિલાઓની છેડતી કરે છે તેવા આક્ષેપો કરી અપશબ્દો બોલી માર મારી, હવે પછી અહીં દેખાયો તો મારી નાખીશની ધમકીઓ આપી હતી. રાકેશભાઈ પણ ઘરે ગયા પછી તેમને અન્ય સફાઈ કામદારે જણાવ્યું કે મહિલાએ તેમની સાથે ગાળાગાળી કરી માર મારેલ હોય તેનો વીડિયો પ્રસિદ્ધ કર્યો છે. તેમણે અન્ય સફાઈ કામદારોને વાત કરી મહિલાની તપાસ કરતાં તે સિદ્ધુરાની (રહે.ઋતુરાજ) સિક્યુરિટી તરીકે નોકરી કરતી હોવાનું જાણવા મળતાં વાલ્મિકી સમાજના આગેવાનો સાથે તેઓ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા. તેમણે સિદ્ધુરાની સામે ઇન્સ્ટાગ્રામ આઈડી ranisidhu 48283 પરથી વીડિયો અપલોડ કરી બદનામ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    બાપાના રૂપ પાછળ 300 દિવસની તપસ્યા‎:ભાવનગરની સાડુ માટીમાંથી બને છે ઇકો-ફ્રેન્ડલી ગણેશજી
    Next Article
    જોબચાર્ટના વિવાદ:જિલ્લાના ખેડૂતો પીસાયા તલાટીના બહિષ્કારથી પેઢીનામા અટવાઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment