Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપાના રૂપ પાછળ 300 દિવસની તપસ્યા‎:ભાવનગરની સાડુ માટીમાંથી બને છે ઇકો-ફ્રેન્ડલી ગણેશજી

    13 घंटे पहले

    ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બજારમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓના વિકલ્પ રૂપે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ સતત વધી રહી છે. મહેસાણા શહેરમાં જાણીતા મૂર્તિકાર વિકાસ ગુપ્તે છેલ્લા 36 વર્ષથી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવી એક મિસાલ કાયમ કરી રહ્યા છે. તેઓ દર વર્ષે 200 જેટલી ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરે છે. આટલો મોટો ઓર્ડર સમયસર પૂર્ણ કરવા માટે તેઓ ગણેશ ચતુર્થી પૂરી થતાં જ, એટલે કે આવતા દશેરાથી જ આગામી વર્ષ માટે મૂર્તિકામ શરૂ કરી દે છે. આ આખો ઓર્ડર પૂરો કરવામાં તેમને 300 દિવસ જેટલો લાંબો સમય લાગે છે. તેઓ 2 ફૂટથી લઈને 6 ફૂટ સુધીની વિશાળ અને આકર્ષક મૂર્તિઓ કંડારે છે. આકારના આધારે એક સિંગલ મૂર્તિ તૈયાર કરવામાં 1 થી 3 દિવસ જેટલો સમય લાગે છે. અહીં માત્ર મૂર્તિ જ નથી બનતી, પરંતુ ભક્તોની ઈચ્છા, માંગ અને શ્રદ્ધા અનુસાર મૂર્તિઓનું વિશેષ ડેકોરેશન અને શણગાર પણ કરી આપવામાં આવે છે. આ આકર્ષક શણગારનો ખર્ચ મૂર્તિના કદ અને ડિઝાઈન પ્રમાણે રૂ.500થી લઈને રૂ.1,000 સુધીનો હોય છે. મૂર્તિ બનાવામાં કેમ ખાસ છે ભાવનગરની સાડુ માટી? વિકાસભાઈ દ્વારા બનાવવામાં આવતી તમામ મૂર્તિઓ ભાવનગરની પ્રખ્યાત સાડુ માટીમાંથી બનાવવામાં આવે છે. આ માટીમાં ત્રણ અદ્ભૂત ગુણો રહેલા છે જે મૂર્તિને જીવંત બનાવે છે. - ચિકાશ: પાણી ભેળવ્યા પછી આ માટી એટલી સરસ રીતે બંધાઈ જાય છે કે મૂર્તિને આકાર આપતી વખતે તે જરાય તૂટતી નથી. - બારીક કણો: માટીના કણો અત્યંત બારીક હોવાને કારણે ગણેશજીના ચહેરાના હાવભાવ, આંગળીઓ અને દાગીના જેવી ઝીણી ઝીણી ડિઝાઈન ખૂબ જ સરળતા અને સચોટતાથી કંડારી શકાય છે. - મજબૂતાઈ: મૂર્તિ સુકાયા બાદ તેમાં તિરાડો પડતી નથી તે અત્યંત મજબૂત બને છે.
    Click here to Read More
    Previous Article
    ખેતરમાં શરૂ થયેલી‎પ્રેક્ટિસ આજે બાળકોની‎સફળતાની દોડ બની:શાળામાં મેદાનની સુવિધા નહોતી, ખેતરમાં દોડ્યા અને 3 વર્ષમાં 138 ચંદ્રક જીત્યા
    Next Article
    રાની સિદ્ધુ નામની મહિલાએ પોતાના આઈડીમાં વીડિયો અપલોડ કર્યો:સફાઈકર્મીને માર મારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકનાર મહિલા સિક્યુરિટી સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment