Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતરમાં શરૂ થયેલી‎પ્રેક્ટિસ આજે બાળકોની‎સફળતાની દોડ બની:શાળામાં મેદાનની સુવિધા નહોતી, ખેતરમાં દોડ્યા અને 3 વર્ષમાં 138 ચંદ્રક જીત્યા

    12 hours ago

    રમતગમતમાં સફળતા માટે અદ્યતન મેદાન અને મોંઘી સુવિધાઓ જ જરૂરી નથી, મનોબળ અને મહેનત હોય તો ખેતર પણ મેદાન બની શકે છે. જોટાણા તાલુકાની વિરસોડા પ્રાથમિક શાળાના બાળકોએ આ વાત સાબિત કરી છે. શાળાના બાળકોને રમતગમતની પ્રેક્ટિસ માટે તૈયાર મેદાન ન મળતાં ગામના બે ખેતરોમાં માટીનું લેવલિંગ કરીને મેદાન તૈયાર કરાયું. અહીં મહેનત કરી તૈયાર થયેલા ખેલાડીઓએ વર્ષ 2023થી 2026 દરમિયાન તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં કુલ 138 ચંદ્રક મેળવ્યા છે. તેમાં 56 સુવર્ણ, 40 રજત અને 42 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. શાળાના આચાર્ય હસમુખભાઈ ચૌધરી અને શિક્ષકોએ ગ્રામજનોના સહયોગથી ખેતરમાં મેદાન તૈયાર કરી બાળકોને દોડ, કૂદ અને ફેંકની ઓલિમ્પિક રમતોની તાલીમ આપવાનું શરૂ કર્યું. નિયમિત પ્રેક્ટિસ અને શિક્ષકોના માર્ગદર્શનના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી શાળા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા હેઠળ તાલુકા કક્ષાએ સતત પ્રથમ સ્થાને રહી છે. હવે શાળાના ખેલાડીઓ જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા છે. દોડથી ફેંક સુધીની રમતોમાં ચંદ્રકો : બાળકોએ 30, 50, 100, 200, 400 અને 600 મીટર દોડ ઉપરાંત બ્રોડ જમ્પ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ચક્રફેંક, ગોળાફેંક અને 80 મીટર વિઘ્ન દોડમાં ચંદ્રકો મેળવ્યા છે. શાળાના બાળકોને રમતગમતની પ્રેક્ટિસ માટે ગામના બે ખેતરોમાં માટીનું લેવલ કરીને મેદાન તૈયાર કરાયું છે. રમતમાં પ્રોત્સાહનથી... શાળામાં નિયમિતતા અને સ્કોલરશીપ મેરિટમાં સંખ્યા વધી‎ આચાર્ય હસમુખભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, ગામના બે અલગ અલગ ખેતરોમાં ખેડૂતોના સહયોગથી માટીનું લેવલિંગ કરીને મેદાન તૈયાર કરાયું હતું. બાળકોમાં રહેલી રમતની સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે આ મેદાન પ્લેટફોર્મ બન્યું. રમતગમતની પ્રવૃત્તિઓ વધતાં બાળકોની શાળામાં નિયમિતતા પણ વધી છે. તેની સકારાત્મક અસર અભ્યાસમાં પણ જોવા મળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં CET પરીક્ષામાં 32 અને જ્ઞાનસાધના પરીક્ષામાં 22 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નવી 454 પંચાયતો અસ્તિત્વમાં આવશે, ગામમાં સુવિધાઓમાં વધારો થશે:બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાની 11 ગ્રામ પંચાયતોનું વિભાજન થશે
    Next Article
    બાપાના રૂપ પાછળ 300 દિવસની તપસ્યા‎:ભાવનગરની સાડુ માટીમાંથી બને છે ઇકો-ફ્રેન્ડલી ગણેશજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment