Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી 454 પંચાયતો અસ્તિત્વમાં આવશે, ગામમાં સુવિધાઓમાં વધારો થશે:બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાની 11 ગ્રામ પંચાયતોનું વિભાજન થશે

    11 hours ago

    બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનું વિભાજન થયા બાદ ગ્રામ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતોના વિભાજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યાં બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાની 10 ગ્રામ પંચાયતો જુદી પાડવા માટે સરકારમાં દરખાસ્ત મુકવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં વહીવટી સરળતા અને છેવાડાના વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે મોટી 10 ગ્રામ પંચાયતોના વિભાજનના ઠરાવને મંજૂરી આપી સરકારમાં દરખાસ્ત મોકલાઈ છે. આ નિર્ણયથી જિલ્લામાં કુલ ગ્રામ પંચાયતોનો આંકડો 454 થશે. અલગ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવતાં ત્યાં આવક, જાતિના દાખલા અને સરકારી કામો માટે હવે મુખ્ય ગામ સુધી ધક્કા નહીં ખાવા પડે. પંચાયત અલગ થતાં પીવાના પાણી, પાકા રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો સ્થાનિક સ્તરે ઝડપથી ઉકેલાશે. નાના ગામો અને પરા વિસ્તારોને સરકાર તરફથી સીધું જ સ્વતંત્ર બજેટ અને ગ્રાન્ટ મળશે, જેથી વિકાસ કામો ઝડપી બનશે. સ્થાનિક યુવાનો અને મહિલાઓને રાજકારણ તથા વહીવટમાં નેતૃત્વ કરવાની નવી તકો મળશે. ગ્રા.પં.ને આ ગ્રાન્ટ મળે છે ગામને નાણાપંચ હેઠળ પ્રતિ વ્યક્તિ ₹315 વાર્ષિક ગ્રાન્ટ અને મતદાર દીઠ ₹25 સ્વચ્છતા ગ્રાન્ટ મળે છે (દા.ત. 5,000ની વસ્તી ધરાવતા ગામને આશરે ₹17 લાખ વાર્ષિક મળે). આ ઉપરાંત, નવું પંચાયત ઘર બનાવવા ₹25 થી ₹40 લાખ, સમરસ બનવા પર ₹3 થી ₹13 લાખ તેમજ મનરેગા, MLA/MP ફંડમાંથી લાખોની ગ્રાન્ટ મળે છે. આ તાલુકાની આ ગ્રામ પંચાયતનું વિભાજન થશે? - વડગામ: ધોરીમાંથી (મોતીપુરા) અને વરવાડીયા માંથી (ઇસ્લામપુરા) - ધાનેરા: જીવાણામાંથી (હડતા) - ઓગડ: ઇંદ્રમણામાંથી (રાઠોડવાસ અને બલોતણા) - કાંકરેજ: ડુંગરાસણમાંથી (રામદેવપુરા અને હનુમાનપુરા) ચેખલામાંથી (ભગવાનપુરા અને દેવપુરા) - હડાદ: કુંવરસીમાંથી (બોરડીયા) દાંતા: બારવાસમાંથી (ધોરીબાર)
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:મોડાસાના સાકરીયા નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા સવારનું મોત
    Next Article
    ખેતરમાં શરૂ થયેલી‎પ્રેક્ટિસ આજે બાળકોની‎સફળતાની દોડ બની:શાળામાં મેદાનની સુવિધા નહોતી, ખેતરમાં દોડ્યા અને 3 વર્ષમાં 138 ચંદ્રક જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment