Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:મોડાસાના સાકરીયા નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા સવારનું મોત

    10 hours ago

    મોડાસાના સાકરીયા પાસે હાઈવે પર વહેલી સવારે સાકરીયાના બે યુવાનો નવું એક્ટિવા લઈ જતા હતા. તે દરમિયાન પાછળથી બેફામ રીતે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતાં એક્ટિવાની પાછળ બેઠેલા સાકરીયાના 40 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો. સાકરીયાના બાબુભાઈ માલાભાઈ ખાંટ તેમની એક્ટિવા લઈ માથાસુલિયાથી સાકરીયા તરફ આવી રહ્યા હતા અને તેમની પાછળ ગામના ઉમેશભાઈ ઉર્ફે લાલાભાઇ ડાહ્યાભાઈ તરાર (40) પસાર થતા હતા. તે દરમિયાન પાછળથી બેફામ રીતે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા હાઈવે ઉપરથી નીચે સુધી ફંગોળાઈ ગયું હતું. અકસ્માતમાં એક્ટિવા ચાલકને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે એક્ટિવા સવાર ઉમેશભાઈને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108માં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ઉમેશભાઈ ઉર્ફે લાલાભાઇ ડાહ્યાભાઈ તરાર રહે. સાકરીયાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક્ટિવા ચાલકને શરીરને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા 70 થી 80 ફૂટ સુધી રોડની બાજુમાં ફંગોળાઈ ખાડામાં પડ્યું હતું. મૃતકના મોતના પગલે તેના બે પુત્રો અને એક દીકરી નોંધારા બનતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. આ અંગે મહેશભાઈ ડાયાભાઈ તરારે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરીને ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો. અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે ગ્રામજનો દોડી આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રગતિશીલ ખેડૂત:રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ દ્વારા આવક વધારવા સાથે સેંકડો ખેડૂત ભાઇઓના માર્ગદર્શક પણ બન્યા
    Next Article
    નવી 454 પંચાયતો અસ્તિત્વમાં આવશે, ગામમાં સુવિધાઓમાં વધારો થશે:બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાની 11 ગ્રામ પંચાયતોનું વિભાજન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment