Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રગતિશીલ ખેડૂત:રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ દ્વારા આવક વધારવા સાથે સેંકડો ખેડૂત ભાઇઓના માર્ગદર્શક પણ બન્યા

    8 hours ago

    રાજ્ય સરકાર અને રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીને ખૂબ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે ત્યારે ઉમરગામ તાલુકાના અંકલાશ ગામના ખેડૂત હસમુખ પટેલે છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાની આવક વધારી છે. સાથે પોતાના ખેતી વિષયક જ્ઞાનને અન્ય ખેડૂતો સુધી પણ પહોંચાડી રહ્યા છે. તેમની સમગ્ર કહાની તેમના જ શબ્દોમાં.... હાલ મારા ખેતરમાં કેરી, ચીકુ, કેળા, ફણસ, ખાટા આંબળા, જાંબુ, હળદર, સૂરણ, કારેલા અને દૂધી સહિત વિવિધ પાકોનું જૈવિક પદ્ધતિથી ઉત્પાદન કરૂં છું. 2018થી પ્રાકૃતિક ખેતી અપનાવી હતી. મારી પાસે 10 ગાયના પશુપાલન સાથે જીવામૃત, ઘન જીવામૃત અને પંચામૃત તૈયાર કરીને ખેતીમાં ઉપયોગ કરી રહ્યો છું. આંબાની કલમો તેમજ ફળ-શાકભાજીના પાકોમાં તેનો છંટકાવ પણ કરવામાં આવે છે. ખેતરમાં પાણીની બચત માટે સમગ્ર વિસ્તારમાં પાઇપલાઇન દ્વારા સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રાકૃતિક ખેતીના શરૂઆતના વર્ષોમાં કૃષિ ઉત્પાદન થોડું ઓછું મળ્યું હતું, પરંતુ જમીનની ફળદ્રુપતા વધતા હવે પૂરતું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે આંબાના વૃક્ષોની નીચે લીલી હળદરનું વાવેતર કર્યું છે. જેના કારણે બંને પાકને પરસ્પર લાભ મળે છે અને જમીનનો વધુ અસરકારક ઉપયોગ થઇ રહ્યો છે. આજે હું પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર તરીકે ખેડૂતોને તાલીમ આપી રહ્યો છું. હવે મારા ખેતરની મુલાકાત લેવા ખેડૂતો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના લોકો આવે છે. મને ગુજરાત વિદ્યાપીઠ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વલસાડ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન મેનેજમેન્ટ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પ્રમાણપત્રો અને સન્માન એનાયત કરવામાં આવ્યા છે. ખેતીમાં નવો પ્રયોગ : આંબા નીચે હળદરનું અંતર-પાક વાવેતર હસમુખભાઈએ આંબાના વૃક્ષોની નીચે જગ્યાનો સદુપયોગ કરીને લીલી હળદરનું વાવેતર કર્યું છે. આ 'મલ્ટી-ક્રોપિંગ' પદ્ધતિથી બંને પાકને પરસ્પર પોષણ મળે છે અને જમીનનો મહત્તમ તેમજ અસરકારક ઉપયોગ શક્ય બન્યો છે. કેરી, ચીકુ, કેળા, ફણસ, ખાટા આંબળા, જાંબુ, હળદર, સૂરણ, કારેલા અને દૂધી જેવા ફળો તથા શાકભાજીનું જૈવિક પદ્ધતિથી ઉત્પાદન કરવા સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા માત્ર પોતાના ખેતરને જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં ખેડૂતોને પર્યાવરણમૈત્રી અને સ્વસ્થ ખેતી તરફ પ્રેરિત કરીને એક સફળ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. (રાજેશ પટેલ - ભીલાડ સાથેની વાતચીતના આધારે) આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત : 96873 79522
    Click here to Read More
    Previous Article
    कामिका एकादशी व्रत का पारण आज, जानें सही विधि और शुभ समय
    Next Article
    અકસ્માત:મોડાસાના સાકરીયા નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા સવારનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment