Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના જળાશયોના તળીયા દેખાવા લાગતા, પાણીની તંગી વચ્ચે‎:શહેરના જોગર્સ પાર્ક પાસે લાઈન લીકેજથી હજારો લીટર પાણી વેડફાયું

    1 day ago

    જામનગર શહેરમાં એક બાજુ જળાશયોના તળિયા દેખાવા લાગતાં અને પાણીની અછત સર્જાતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકો માટે એકાંતરા દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે શહેરના પોશ વિસ્તાર ગણાતા જોગર્સ પાર્ક નજીક મુખ્ય પાણીની પાઈપલાઈન તૂટી જતાં હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાઈપલાઈન તૂટવાના કારણે માર્ગો પર પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તાઓ પર લાંબા અંતર સુધી પાણી ફરી વળ્યા હતા. રોડ પર પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો તેમજ ત્યાંથી પસાર થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની અછત વચ્ચે તંત્રની આવી બેદરકારી જોઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરંતુ રવિવારે રજાનો દિવસ હોવાથી સાંજ સુધી પાઈપ લાઈનની રીપેરીંગની કામગીરી કરવામાં આવી ન હતી. તંત્રની ઘોર બેદરકારીના કારણે શહેરમાં અવાર-નવાર પીવાના પાણીની પાઈપ લાઈન તુટી જવાથી પીવાના પાણીનો વેડફાટ થાય છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે આ રીતે રસ્તા પર પાણી વેડફાતું રહેતાં લોકોમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રામજનો પાસેથી ચોમાસું, વાવણી અને ખાતરની માહિતી મેળવી:કાલાવડના બોડી ગામની શાળા, આંગણવાડી અને સરકારી રેકર્ડની તપાસણી કરતા કલેકટર
    Next Article
    આયુર્વેદિક બાળ પંચકર્મમાં વધ્યો વિશ્વાસ‎:ITRAમાં 1 વર્ષમાં 700થી વધુ બાળ દર્દીઓને પંચકર્મની સારવાર, 17,265 પંચકર્મ પ્રક્રિયાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment