Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામજનો પાસેથી ચોમાસું, વાવણી અને ખાતરની માહિતી મેળવી:કાલાવડના બોડી ગામની શાળા, આંગણવાડી અને સરકારી રેકર્ડની તપાસણી કરતા કલેકટર

    1 day ago

    કાલાવડ તાલુકાના બોડી ગામે વિવિધ પ્રશાસનિક અને વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરવા અંગેની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા ગામની શાળા, આંગણવાડી, સરકારી રેકર્ડ તેમજ ગ્રામીણ સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગામની આંગણવાડી તથા પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં રૂબરૂ જઈને બાળકો સાથે સહજતાથી વાતચીત કરી હતી અને તેમના શૈક્ષણિક સ્તર તથા જ્ઞાનની ચકાસણી કરી હતી. આ તકે તેમણે શિક્ષકો સાથે વિગતવાર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા શિક્ષણની સાથે-સાથે રમત-ગમત, સાંસ્કૃતિક અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું કેળવણીસભર આયોજન કરવું જરૂરી છે. જે બાદ ગામમાં સંપૂર્ણ દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી. સરકારી કામગીરીમાં પારદર્શિતા અને નિયમિતતા જળવાઈ રહે તે હેતુથી તમામ રજિસ્ટરો તથા રેકર્ડ સમયસર અદ્યતન કરી યોગ્ય રીતે જાળવણી કરવા સંબંધિત કર્મચારીઓને સૂચનાઓ આપી હતી. ગામના લોકો સાથે સંવાદ કાર્યક્રમમાં કલેક્ટરે ગ્રામજનોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સ્થાનિક ધોરણે સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો ત્વરિત અને સંતોષકારક નિકાલ થાય તે માટે ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આ સાથે જ ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાને રાખી ગામમાં વાવણીની સ્થિતિ, ખાતરની ઉપલબ્ધતા અને સિંચાઈની સગવડો અંગે પણ વિગતવાર માહિતી મેળવીને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઘરવાપસી:કૌટુંબિક ઝઘડાના કારણે ટ્રેનમાં બેસીને નિકળી ગયેલી મહિલા મધ્યપ્રદેશથી જામનગરમાં પહોંચી
    Next Article
    જામનગરના જળાશયોના તળીયા દેખાવા લાગતા, પાણીની તંગી વચ્ચે‎:શહેરના જોગર્સ પાર્ક પાસે લાઈન લીકેજથી હજારો લીટર પાણી વેડફાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment