Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરવાપસી:કૌટુંબિક ઝઘડાના કારણે ટ્રેનમાં બેસીને નિકળી ગયેલી મહિલા મધ્યપ્રદેશથી જામનગરમાં પહોંચી

    1 day ago

    મધ્યપ્રદેશમાં કૌટુંબિક ઝઘડાઓના કારણે કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસીને જામનગર શહેરમાં પહોંચેલી પીડિતાને મહિલા અને બાળ અધિકારીની કચેરી અને સખી વન સ્ટોપ સેન્ટર અને 181 હેલ્પલાઈનના સંયુક્ત પ્રયાોસોથી પુન: પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જામનગર શહેરમાં એક મહિલાને મદદની જરૂર હોય તેવો સેવાભાવીના આવેલા કોલથી 181 મહિલા હેલ્પલાઈન દ્વારા એક પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી તેમનું સાંત્વનાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મહિલા મૂળ મધ્યપ્રદેશના વતની છે અને કૌટુમ્બિક ઝઘડાના કારણે કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસીને જામનગર આવી પહોંચ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ સઘન પ્રયાસો હાથ ધરી મહિલાના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. પરિવારજનો જામનગર ખાતે આવી પહોંચતા મહિલાને સહીસલામત રીતે તેમને સોંપવામાં આવ્યા હતા. ગુમ થયેલી મહિલા પરત મળતાં પરિવારજનો ભાવુક થઈ ઉઠ્યા હતા અને સખી વન સ્ટોપ સેન્ટરની આ સેવાકીય કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આમ સખી વન સ્ટોપ સેન્ટર જામનગરની ટીમ દ્વારા પીડિત મહિલાને સમયસર આશ્રય, કાઉન્સિલિંગ, પોલીસ અને મેડિકલ સહિતની જરૂરી તમામ સહાય પૂરી પાડીને તેમના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવાયુ હતું.
    Click here to Read More
    Previous Article
    GTMC કેન્દ્ર 270 કરોડના ખર્ચે બનશે, કામ 70% પુર્ણ:26,500 ચો.મી. માં ઔષધિઓના છોડ-વૃક્ષોનું વાવેતર કરાશે‎
    Next Article
    ગ્રામજનો પાસેથી ચોમાસું, વાવણી અને ખાતરની માહિતી મેળવી:કાલાવડના બોડી ગામની શાળા, આંગણવાડી અને સરકારી રેકર્ડની તપાસણી કરતા કલેકટર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment