Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GTMC કેન્દ્ર 270 કરોડના ખર્ચે બનશે, કામ 70% પુર્ણ:26,500 ચો.મી. માં ઔષધિઓના છોડ-વૃક્ષોનું વાવેતર કરાશે‎

    1 day ago

    જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના સહયોગથી નિર્માણ પામી રહેલું 'ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC) ભારત અને સમગ્ર વિશ્વ માટે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના સંશોધનનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અત્યાધુનિક સુવિધાઓ અને વૈશ્વિક સંશોધકોના સમન્વય સાથે આકાર લઈ રહેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેનાથી ગુજરાતને વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રે એક નવી અને વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત થશે. જામનગર તાલુકાના ગોરધનપર નજીક નિર્માણાધીન WHOના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC)ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને 80 ટકાથી વધુ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી મહિનાઓમાં આ સમગ્ર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્માણ પામી રહેલું આ GTMC કેન્દ્ર વિશ્વનું એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન છે, જ્યાં સમગ્ર વિશ્વમાં પ્રચલિત 100થી વધુ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના સંશોધન અને અભ્યાસનું કાર્ય હાથ ધરવામાં આવશે. ભારત સરકારના આયુષ મંત્રાલયના અનુમોદન સાથે ITRA, જામનગરના સહયોગથી આ કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે. આશરે 20 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલું GTMC કેન્દ્ર સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. કેમ્પસમાં અત્યાધુનિક કચેરી વ્યવસ્થામાં ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ લાયબ્રેરી અને એક્સપિરિયન્સ ઝોન, વિશ્વભરની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની પ્રદર્શન ગેલેરી, 3 અલ્ટ્રા-મોડર્ન ઓડિટોરિયમ, વિશાળ પાર્કિંગ, સોલાર સિસ્ટમ અને સ્યુઅર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), હાઇ-સિક્યોરિટી CCTV સિસ્ટમ, કર્મચારી આવાસ અને બાળકો માટે ડે-કેર સુવિધા ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા રૂ. 269.73 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. અંદાજે 26,130 ચોરસ મીટર વિસ્તારમાં એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, રહેણાંક સુવિધાઓ અને સબ-સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત 26,500 ચોરસ મીટર વિસ્તારમાં બાગ-બગીચાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય પરંપરાગત આયુર્વેદિક ઔષધિઓના આશરે વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. વિશ્વના વિવિધ ઝોનમાંથી નિષ્ણાંતો, સંશોધકો કાર્યરત રહેશે જામનગરના ગોરધનપર ગામ પાસે નિર્માણ પામેલા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરમાં વિશ્વના વિવિધ ઝોનમાંથી નિષ્ણાતો, સંશોધકો અને કર્મચારીઓ કાર્યરત રહેશે. પરિણામે વિવિધ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ પર સંશોધન કરતા વિશ્વભરના ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો જામનગરની મુલાકાત લેશે. આ કેન્દ્ર કાર્યરત બન્યા બાદ જામનગર અને ગુજરાતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ પ્રાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    સામાજિક પ્રસંગો માટે ત્રણ નવા કમ્યુનિટી હોલ બનાવાયા:સીદસર ગામમાં ત્રણ વર્ષમાં 15 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર, શાળામાં સ્માર્ટ બોર્ડ મૂકાયા
    Next Article
    ઘરવાપસી:કૌટુંબિક ઝઘડાના કારણે ટ્રેનમાં બેસીને નિકળી ગયેલી મહિલા મધ્યપ્રદેશથી જામનગરમાં પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment