Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજિક પ્રસંગો માટે ત્રણ નવા કમ્યુનિટી હોલ બનાવાયા:સીદસર ગામમાં ત્રણ વર્ષમાં 15 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર, શાળામાં સ્માર્ટ બોર્ડ મૂકાયા

    23 hours ago

    જામનગર થી 100 કિલોમીટર દૂર આવેલા અને 3000 ની વસ્તી ધરાવતા સીધસર ગામમાં લોકો પોતાનો સામાજિક પ્રસંગ સારી રીતે પાર પાડી શકે તે હેતુથી ત્રણ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામમાં હરિયાળી બની રહે તે હેતુથી છેલ્લા ત્રણ વર્ષમાં અલગ અલગ સંસ્થાના સહયોગથી 15 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં પંચાયત ઓફિસના રેનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. ગામમાં આવેલી સુવિધા અંગે વાત કરવામાં આવે તો ગ્રામજનોને ગામની અંદર આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી ગામની શેરી ગલીઓમાં સમગ્ર ગામમાં પેવર બ્લોક નાંખવા આવ્યા છે આ ઉપરાંત આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે. ગામના બાળકોને આધુનિક ઢબે શિક્ષણ અને નવી ટેકનોલોજી સાથે સતત અવગત રહે તે હેતું થી ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સ્માર્ટ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સમગ્ર ગામમાં કચરા ટોપીનો વિતરણ પણ કરવામાં આવ્યું છે દરરોજ ચાર સફાઈ કર્મચારીઓ દ્વારા દિવસમાં ત્રણ વખત કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે. જિલ્લાને સૌથી સ્વચ્છ ગામ એવોર્ડ મળ્યો ગામની સુરક્ષામાં વધારો થાય તે હેતુથી સમગ્ર ગામમાં 40 જેટલા સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે આ ઉપરાંત હાલમાં પંચાયત ઓફિસનું રીનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગામ અને જિલ્લામાં સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ પણ સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે પતા પ્રેમીઓ પાસેથી 25,200ની રોકડ કબજે લીધી:ડુંગરપુર, સાબલપુર, માળીયામાં જુગાર રમતા 9 મહિલા સહિત 15 શખ્સો પકડાયા
    Next Article
    GTMC કેન્દ્ર 270 કરોડના ખર્ચે બનશે, કામ 70% પુર્ણ:26,500 ચો.મી. માં ઔષધિઓના છોડ-વૃક્ષોનું વાવેતર કરાશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment