Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે પતા પ્રેમીઓ પાસેથી 25,200ની રોકડ કબજે લીધી:ડુંગરપુર, સાબલપુર, માળીયામાં જુગાર રમતા 9 મહિલા સહિત 15 શખ્સો પકડાયા

    21 hours ago

    જુનાગઢ તાલુકાના ડુંગરપુર અને માળીયા હાટીનામાં પોલીસે જુગાર રમતા 9 મહિલા સહિત 15 શખ્સોને ઝડપી લઇ રૂપિયા 24,200ની રોકડ રકમ કબજે કરી હતી. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ચાંદની ચોક પાસે જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા નફીસાબેન યાસીનભાઈ લાધા, શબાનાબેન અમીરશા જલાલી, શારદાબેન દેવશીભાઈ મકવાણા, મહમદ જુમાભાઈ ચૌહાણ, અહેમદખાન ઉર્ફે સોહીલ ખાન ગુલમહમદ પઠાણ, તોફીક ઉમરભાઈ સુમરા, અજર રફીકભાઈ હુસેનબિનને ઝડપી લઇ રૂપિયા 10,380ની રોકડ રકમ કબજે કરી તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત તાલુકા પોલીસે સાબલપુરમાં રૂપિયા 4,120ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા મંજુબેન રસિકભાઈ રાઠોડ, અલી હમીરભાઈ અબડા અને ઝાકિર રાજેસાબ પટેલ પકડી પાડ્યા હતા. તેમજ માળીયાહાટીનાની માધવનગર સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા શીતલબેન સોલંકી, રસીલાબેન વાઢીયા, ડીમ્પલબેન મહેન્દ્રભાઈ મેસવાણીયા, સોનીબેન રણજીતભાઈ સિસોદીયા, રાધાબેન પ્રતાપભાઈ સિસોદીયા, સંગીતાબેન હરેશભાઈ રાવલીયાને પકડી લઈ રૂપિયા 10,700ની રોકડ રકમ જપ્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શહેરની અલગ-અલગ શાળાઓમાં પણ ઉજવણી થશે:આજે વિશ્વ સિંહ દિવસને લઇ સક્કરબાગ ઝુમાં વિનામુલ્યે પ્રવેશ
    Next Article
    સામાજિક પ્રસંગો માટે ત્રણ નવા કમ્યુનિટી હોલ બનાવાયા:સીદસર ગામમાં ત્રણ વર્ષમાં 15 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર, શાળામાં સ્માર્ટ બોર્ડ મૂકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment