Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરની અલગ-અલગ શાળાઓમાં પણ ઉજવણી થશે:આજે વિશ્વ સિંહ દિવસને લઇ સક્કરબાગ ઝુમાં વિનામુલ્યે પ્રવેશ

    20 hours ago

    ગુજરાત સરકાર દ્વારા સિંહના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ લાવવાના હેતુથી 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત શહેરની વિવિધ-વિવિધ શાળાઓ અને કોલેજોમાં સિંહના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવામાં આવશે. વિશ્વ સિંહ દિવસને યાદગાર બનાવવા માટે જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દ્વારા વન્યપ્રેમીઓ માટે એક અનોખી જાહેરાત કરવામાં આવી છે. જેમાં સોમવારે એટલે કે તા.10ના ઝૂમાં આવતા તમામ મુલાકાતીઓ માટે વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગિરનાર અને ભવનાથમાં આવતા પ્રવાસીઓ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે ત્યારે ખાસ વિશ્વ સિંહ દિવસના દિવસે તમામ પ્રવાસીઓ અને સ્થાનિક નાગરીકો માટે સક્કરબાગ ઝૂમાં ફ્રીમાં પ્રવેશ મળી રહેશે. સક્કરબાગ ઝૂ ખાતે આવતા પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઝૂ ઓથોરીટી દ્વારા તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    8 દિવસ પછી રોપ-વે શરૂ:રવિવારે 2300 લોકોએ ટ્રોલીમાં બેસી માં અંબાના દર્શન કર્યા
    Next Article
    પોલીસે પતા પ્રેમીઓ પાસેથી 25,200ની રોકડ કબજે લીધી:ડુંગરપુર, સાબલપુર, માળીયામાં જુગાર રમતા 9 મહિલા સહિત 15 શખ્સો પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment