Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 દિવસ પછી રોપ-વે શરૂ:રવિવારે 2300 લોકોએ ટ્રોલીમાં બેસી માં અંબાના દર્શન કર્યા

    19 hours ago

    ગિરનાર પર સતત ભારે પવનને કારણે રોપ-વે બંધ રહ્યા બાદ એટલે કે 8 દિવસ પછી રવિવારે શરૂ થયુ હતુ. સવારે વાતાવરણ બગડતા દોઢ કલાક બાદ એટલે કે 9:30 શરૂ થયો હતો. જેને લઇને પ્રવાસીઓની પણ ભારે ભીડ જોવા મળી હતી. જેને કારણે રોપ-વે સાઇટ પાસે એક કિલોમીટરથી વધુની લાંબી લાઇન જોવા મળી હતી. ગિરનાર પર ચોમાસાને લઇ ખીલેલી પ્રકૃતિ, સતત ઝાંકળ વર્ષા તેમજ રજાઓના દિવસોમાં માં અંબા અને દત્તાત્રેયના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. જેમાં છેલ્લા 8 દિવસથી ગિરનાર પર ભાવે પવનને કારણે રોપ-વે બંધ રહ્યા બાદ રવિવારે શરૂ થયો હતો. જેને કારણે સવારથી જ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. રોપ-વે રોજીંદો સવારે 8 વાગ્યે શરૂ થાય છે પરંતુ સવારે ભારે પવનને કારણે દોઢ કલાક મોડો એટલે કે, 9:30 શરૂ થયો હતો. રવિવારના દિવસે 2300થી વધારે લોકોએ રોપ-વેની સફર માણી હતી. જેને કારણે રોપ-વે સાઇટ પર સવારથી જ પ્રવાસીઓની લાંબી કતાર જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    હરિયાણાની 1 મહિનાથી ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન:બિનવારસી હાલતમાં મળી આવેલી મહિલાને તબીબી સારવાર અપાઇ‎
    Next Article
    શહેરની અલગ-અલગ શાળાઓમાં પણ ઉજવણી થશે:આજે વિશ્વ સિંહ દિવસને લઇ સક્કરબાગ ઝુમાં વિનામુલ્યે પ્રવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment