Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયુર્વેદિક બાળ પંચકર્મમાં વધ્યો વિશ્વાસ‎:ITRAમાં 1 વર્ષમાં 700થી વધુ બાળ દર્દીઓને પંચકર્મની સારવાર, 17,265 પંચકર્મ પ્રક્રિયાઓ

    1 day ago

    છેલ્લા દસથી બાર વર્ષ દરમિયાન બાળકોમાં ચંચળતા, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ચામડીના રોગો તેમજ શ્વસન તંત્રના રોગો સહિતની વિવિધ સમસ્યાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આવા બાળકો માટે જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ખાતે આપવામાં આવતી બાળ પંચકર્મ સારવાર અસરકારક વિકલ્પ તરીકે ઉભરી રહી છે. સંસ્થામાં છેલ્લા એક વર્ષ દરમિયાન 700થી વધુ બાળ દર્દીઓને વિવિધ રોગોમાં બાળ પંચકર્મ સારવાર આપવામાં આવી છે. શ્વાસ અને સોરાયસિસ જેવા રોગોમાં પણ સારા પરિણામો મળ્યા હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે. આયુર્વેદમાં પંચકર્મ શરીરમાં રહેલા વિકૃત દોષોને દૂર કરી શરીરનું શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. બાળકોમાં શારીરિક ક્ષમતા ઓછી હોવાથી તેમની ઉંમર અને જરૂરિયાત પ્રમાણે પંચકર્મની પ્રક્રિયાઓ વિશેષ કાળજી સાથે કરવામાં આવે છે. બાળ પંચકર્મ માં, મુખ્ય પાંચ કર્મ ઉપરાંત પણ તેલનું માલિશ, સ્વેદન (સેક), લોટનું માલિશ, ઉપનાહ, શિરોધારા, શિરોતલમ, શિરો પીચુ તેમજ jalauka દ્વારા રક્તમોક્ષણ જેવી 44 પ્રકારની વિવિધ આયુર્વેદિક સારવાર પણ આપવામાં આવે છે. બાળકો માટે પ્લે એરિયા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તેમને ઘરથી દૂર હોવાનો અહેસાસ ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બાળકો માટે પ્લે એરિયા તેમજ આધુનિક સાધનોથી સજ્જ કસરત અને રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે, જેથી સારવાર સાથે બાળકોનો સર્વાંગી વિકાસ પણ થઈ શકે. - પ્રો. વી. કે. કોરી વિભાગાધ્યક્ષ કૌમારભૃત્ય (બાળકોનો વિભાગ) બાળ વિભાગમાં 11,599 ઓપીડી‎ વર્ષ 2025-26 દરમિયાન ITRAમાં બાળકો માટે કુલ‎17,265 પંચકર્મ પ્રક્રિયાઓ કરવામાં આવી છે. આ‎સમયગાળામાં બાળ વિભાગમાં 11,599 ઓપીડી નોંધાઈ હતી.‎તેમાંથી 700થી વધુ બાળકોને વિવિધ રોગોમાં બાળ પંચકર્મ‎સારવાર આપવામાં આવી હોવાનું સંસ્થાના રેકોર્ડમાં નોંધાયું‎છે. પરિણામે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પણ માતા-પિતા‎પોતાના બાળકોને સારવાર માટે ITRAનો સંપર્ક કરી રહ્યા છે. ‎- પ્રો. ડૉ. તનુજા નેસરી ડાયરેક્ટ ITRA‎
    Click here to Read More
    Previous Article
    જામનગરના જળાશયોના તળીયા દેખાવા લાગતા, પાણીની તંગી વચ્ચે‎:શહેરના જોગર્સ પાર્ક પાસે લાઈન લીકેજથી હજારો લીટર પાણી વેડફાયું
    Next Article
    ટેક્સટાઇલ વેસ્ટના રિયૂઝ માટે સંશોધન:વિદ્યાર્થીઓએ થર્મલ ઇન્સ્યુલેટેડ વોટર બોટલ-ટિફિન માટે બેગ બનાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment